Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ખંભાળિયામાં ૩૧ ફોર્મ ર૦ ઉમેદવારઃ દ્વારકામાં ર૩ ફોર્મ ૧૭ ઉમેદવારો

ખંભાળિયા તા.૧પ : ખંભાળિયામાં ચુંટણી અધિકારી પાર્થ કોટડીયા દ્વારા દ્વારકામા ચુંટણી અધિકારી પાર્થ તલસાણીયાને ત્‍યાં ઉમેદવારોનો છેલ્લા દિવસે રાફડો ફાટતા ચાર ઉમેદવાર બંન્‍ને સ્‍થળેહ હતા. તેમા દ્વારકામાં ર૩ ફોર્મ સાથે ૧૭ ઉમેદવારો તથા ખંભાળિયામાં ૩૧ ફોર્મ સાથે ર૦ ઉમેદવારો મેદાનમાં રહેતા આજથી ચકાસણી પ્રક્રિયા શરૂ થઇ છે તથા આ પછી ૧૭-૧૧ સુધી ઉમેદવારો પરત ખેંચવાની પ્રક્રિયા થશે. જેમાં કેટલાંક ઉમેદવાર પક્ષો ખેંચી શકે તેવી સંભાવના છે તો ચોકકસ જ્ઞાતિના ઉમેદવારો મતમાં નડતર રૂપ હોય તેમને મનાવવા માટેનો પ્રયાસો પણ કેટલાક ઉમેદવારો ટેકેદારો દ્વારા શરૂ કરવામાં આવ્‍યા છે.

અગાઉ કેટલીક ચુંટણીઓમાં મોકલેલ ઉમેદવારને ચોકકસ જ્ઞાતિમાંથી ચોકકસ વિસ્‍તારમાંથી ઉપાડતા અમુક ઉમેદવારો જીતી ગયાના દાખલા હોય તે અંગે પણ તજવીજો શરૂ થઇ છે. તો બંન્‍ને બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, આપ તથા એ.આઇ.એમ.આઇ.એમ. બસપા,સપા, ગુજરાત નવ નિર્માણ સેના ગરવી ગુજરાત પાર્ટી રાઇટ ટુ રીકોલ પાર્ટીએ પણ અહીંથી ઝુકાવ્‍યુ છે.

(11:45 am IST)