Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા ગંગાઘાટ ઉપર ધાર્મિક વિધિ સાથે તુલસીવિવાહમાં કન્યાદાન

જામનગર : દેવ દિવાળીના પર્વનું વિશેષ મહત્વ હિન્દુધર્મગ્રંથોમાં જણાવ્યું છે. આજે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાજી લગ્નવિધિ થતી હોય છે.ત્યારે જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તેના પરિવાર દ્વારા હરિદ્વાર ગંગાઘાટ ખાતે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિસાથે તુલસી વિવાહની વિધિ કરી હતી. જયાં ભગવાન માટે લગ્ન મંડપ તૈયાર કરેલ હતો. જેમાં વર કન્યા  લગ્ન થાય તે રીતે ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવાર દ્વારા કન્યા વિધી કરી તે રીતે જ કન્યાદાન વિધિ સંપન્ન કરી હતી.  આ ધાર્મિક તુલસીવિવાહમાં જાડેજા પરિવાર પણ ઉત્સાહભેર ભગવાન વિષ્ણુ અને મા તુલસીના ભકિતમય લગ્ન લગ્ન ગીતો સાથે વાતાવરણ ભકિતવાળુ બન્યું હતુ. ભગવાનની જાન લઇ જાડેજા પરિવારની સાથે પી.એસ. જાડેજા અને ભીખુભા જાડેજાનો પરિવાર તુલસી વિવાહમાં જોડાયો હતો. જયારે ભાગવત કથા સ્થળે તુલસી વિવાહ બ્રાહ્મણો દ્વારા કરાવેલ હતા. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદીયાણી - જામનગર)

(12:44 pm IST)