Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આ વિસ્તારમાં કોળી સમાજની બહુમતી- હું આ સમાજ સાથે સંકળાયેલ : સી.આર.પાટીલ

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં કરણ પટેલ બારૈયા દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયુ : આ વખતની ચૂંટણીમાં પણ કોળી સમાજની સાથે રહેશે : રાજ્યમંત્રી આર.સી.મકવાણાની ખાત્રી : કોળી સમાજને વધુ સંગઠીત થવાની અપીલ કરતા કુંવરજીભાઇ બાવળીયા

રાજુલા તા. ૧૫ : જાફરાબાદ મુકામે આજરોજ જી એચ સી એલ કંપનીના ગ્રાઉન્ડ ખાતે રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના કોળી સમાજના પટેલ એવા કરણ બારૈયાઙ્ગ દ્વારા સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કોળી સમાજનું મહા સંમેલન તેમજ નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્ર્મ યોજવામાં આવેલ હતું જેમાં કોળી સમાજ ઉપરાંત બીજા બ્રહ્મ સમાજ મેઘવાળ સમાજ મુસ્લિમ સમાજ આહિર સમાજ તથા અન્ય સમાજના લોકો અને જાફરાબાદ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓઙ્ગ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ સંમેલનમા અંદાજે પાંચ હજાર જેટલા લોકોએ હાજરી આપી હતી. આ કોળી સમાજના મહાસંમેલનમાં ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતું.

જેમાં સી આર પાટીલને વઢેરા ગામથી સંમેલન સ્થળ સુધી બાઈક રેલી દ્વારા લાવવામા આવેલ હતા. જયાં બાળાઓ દ્વારા ફુલ પુષ્પ વર્ષા કરી સ્વાગત કર્યું હતું. આ સંમેલનમા ગુજરાત સરકારનાઙ્ગ મંત્રી શ્રી આર સી મકવાણા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ધારાસભ્યો જે વી કાકડીયા જનકભાઈ બગદાણા અને આ વિસ્તારના પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ અને કોળી સેના પ્રમુખ હીરાભાઇ સોલંકી, અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, ગુજરાત ભાજપ ઉપપ્રમુખ રઘુભાઈ હુંબલ, જીલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેકરીયા તેમજ પ્રદેશ યુવા ભાજપના મનીષ સંઘાણી તેમજ અમરેલી ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા તેમજ જીલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ, જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ કોમલબેન કોળી પટેલ સરમણભાઈ બારૈયા જાફરાબાદ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના સભ્ય અનિરૂધ્ધભાઇ, અમરેલી જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ તથા રાજુલા શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર મહામંત્રી મયુરભાઈ દવે તેમજ રાજુલા જાફરાબાદના કોળી સમાજના સરપંચો આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.

આ મહાસંમેલનના આયોજક એવા કરણ બારીયા એક આ વિસ્તારમાં કોળી સમાજમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે અને અમરેલી જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે તેમજ જાફરાબાદ તાલુકાના કોળી સમાજ ના પ્રમુખ કોણ છે અને તેઓ સારું એવું નામ આ વિસ્તારમાં ધરાવે છે તેમની સેવાને કારણે કોળી સમાજના લોકો તેમજ અન્ય સમાજના લોકો તેમને ભાજપમાં ઉચ્ચ સ્થાન મળે જેવી આશા સેવી રહ્યા છે તેવું નિવેદન લોકો પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવેલ હતું.

આ તકે હાજર રહેલા વિવિધ આગેવાનો દ્વારા કોળી સમાજ આગળ વધે અને કોળી સમાજ ભાજપની સાથે રહેશે તેવું જણાવવામાં આવેલ હતું. આ તકે હાજર રહેલ શ્રી મકવાણા દ્વારા તેમજ કુંવરજી બાવળિયા દ્વારા પણ કોળી સમાજને સંગઠીત રહેવા જણાવવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો પણ પધારેલ હતા. જેમાં જૂનાગઢના ભારતીય આશ્રમના મહંત શ્રી પણ પધારેલા હતા તેઓનું સન્માન પણ આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ હતું તેમજ બીજા સંતોનું પણ સન્માન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ હતું

૧૪ નવેમ્બર એટલે બાલદિન હોય આ તકે હાજર રહેલ બાળકોનું પુસ્તકો નોટબુક પેન્સિલ ચોકલેટ આપી ને બાળકોને પણ ખુશ કરી દેવામાં આવેલ હતા

કોળી સમાજના મહાસંમેલનમાં આ સંમેલનના આયોજક એવા કરણ બારૈયા પટેલ દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે કોળી સમાજ તેમજ અન્ય સમાજ સાથે હું હર હંમેશ સાથે રહ્યો છું અને અડધી રાતના અથવા કોઈપણ કામમાં હું રહીશ દરેક સમાજને સાથે લઈને ચાલુ છું અને ચાલતો રહીશ તેમજ કોળી સમાજ તેમજ અન્ય સમાજને ગમે ત્યારે મારી જરૂર પડે તો હું સુખ-દુઃખમાં સૌની સાથે છું તેવું તેઓએ જણાવેલ હતું તેમજ કરણ બારીયા એ આ સંમેલનમાં પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કરેલ હતો

આ તકે હાજર રહેલ ગુજરાત સરકારના મંત્રી શ્રી આર.સી મકવાણા દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે દરિયાઈ પટ્ટી પરના મહુવા થી લઈને કેશોદ સુધીમાં કોળી સમાજની બહુમતીવાળા વિસ્તારોમાં ફકત મહુવાઙ્ગ સીટ પર જ ભાજપને જીત મળી છેઙ્ગ ઙ્ગજેથી આ વખતની ચૂંટણીમાં સમાજ ભાજપની સાથે રહેશે તેવું તેઓએ જણાવેલ હતું.

આ તકે કોળી સમાજના માં સંમેલનના અધ્યક્ષ એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા આ તકે જણાવવામાં આવેલ હતું કે આ વિસ્તારમાં કોળી સમાજની બહુમતી છે તેમજ હું પણ કોળી સમાજ સાથે સંકળાયેલો છું અને જાફરાબાદ વિસ્તારમાં હું સૌપ્રથમવાર આવ્યો છું પરંતુ મારે જાફરાબાદ સાથે ખૂબ જ સારો નાતો છે તેવું જણાવતા તેઓએ જણાવેલ હતું કે જાફરાબાદ વિસ્તાર મોગલ શાસન હતું જે જુનાગઢ સ્ટેટમાં એટલે કે નવાબી શાસનમાં આવેલો તાલુકો હતો જયારે હું જે જગ્યાએ ભણતો હતો તે વિસ્તાર સચિન વિસ્તાર પણ મોગલ સામ્રાજય સાથે સંકળાયેલ હતો.

આ ઉપરાંત સી.આર.પાટીલ દ્વારા એવું પણ જણાવવામાં આવેલ હતું કે આ વિસ્તારના લોકો સુકન્યા યોજના માં જોડાઈ અને બેંક ખાતા દીકરીઓના ખોલાવે અને તેમાં દર વર્ષે ૧૦૦૦ રૂપિયા જમા કરાવે જેથી દીકરી લગ્ન કરવાની ઉંમરની થાય ત્યારે દીકરીના માબાપને કોઈનું ઓશિયાળું રહેવું ન પડે આ યોજનામાં જોડાનાર દીકરીઓની ઉંમર ૧૦ વર્ષ પછીથી આ યોજનામાં જોડાઈ શકે છે તેમજ આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ચક્રવૃદ્ઘિ વ્યાજ થી સારી એવી રકમ દીકરીઓને મળે છે જેથી સૌ કાર્યકરો આગેવાનો સરપંચો દ્વારા આ યોજનાનું પૂરેપૂરો લોકોને લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેમજ સરદાર પટેલ દ્વારા આ વિસ્તારના માછીમારો માટે પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખૂબ જ સરસ યોજના કરેલ છે જે અંતર્ગત માછીમારો દ્વારા પાંચ વ્યકિતઓની એક મંડળી બનાવી અને આ યોજનાનો લાભ લઈ શકાય છે અત્યારે માછીમારો બાર નોટિકલ માઈલ સુધી માર કરી શકે છે જેથી કરીને માછલીઓ ઓછી મળે છે અને કયારેક તો મૂર્તિ પણ નથી જેથી નરેન્દ્ર મોદીજી દ્વારા માછીમારોને સારી બોટ મળે અને ૧૫ નોટિકલ માઈલ સુધી માછીમારી કરી શકે તેવી બોટ માછીમારો ખરીદી શકે આ બોટઙ્ગ ની કિંમત એક કરોડ રૂપિયા થાય છે જેમાંથી ૫૦ ટકા સબસીડી નરેન્દ્ર મોદીજીએ આપવા માટે જણાવેલ છે જેથી ૫૦ લાખ રૂપિયાની સબસીડી નરેન્દ્ર મોદીજીએ આપવાનું જણાવેલ છે જેથી આ યોજનાનો પણ માછીમાર ભાઈઓએ પાંચ વ્યકિતઓને જૂથ બનાવીને લાભ લેવો જોઈએ

સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં યુવાનોને બેંક દ્વારા લોન મળે અને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામીન બનેલ છે જેથી દરેક યુવાનો દ્વારા રોજગારી મેળવવા માટે બેંકમાંથી લોન લેવાની કાર્યવાહી કરવી જોઈએ અને જો બેંકોના આપે તો સાંસદ ધારાસભ્ય તેમજ સ્થાનિક આગેવાનોની અંગેની જાણકારી આપવી જોઈએ જેથી બેંકોની પાસેથી લોન મેળવી શકાય.

(12:43 pm IST)