Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં દેવદિવાળીની ભવ્યતાથી ઉજવણી

રાજકોટ, તા.૧૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દેવદિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. અમુક જગ્યાએ ગઇકાલે તો અમુક જગ્યાએ આજે દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી છે.

ફટાકડાની આતીશબાજી સાથે તુલશીજી અને ઠાકોરજીના લગ્ન કરવામાં આવ્યા છે.

ભાવનગર

(વિપુલ હિરાણી) ભાવનગરઃ શહેરના ભરતનગર ખાતે દર વર્ષની પરંપરા અનુસાર ભરતનગર ફેન્ડગૃપ દ્વારા આજે સોમવારને વિકમ સવંત ૨૦૭ ને કારતક સુદ અગીયારસના રોજ સાંજે ભવ્ય તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવશે જેમાં હીન્દુ ધર્મની પરંપરા અનુસાર તમામ ધાર્મીક વિધી સાથે વાસુદેવ પુત્ર ' લાલજી મહારાજના લગ્ન દક્ષ પ્રજાપતી વર્મણ પુત્રીશ્રી સૌ.કાં. ' તુલસીવૃઠા ' સાથે યોજાશ . ભરતનગર ફેન્ડગૃપ દ્વારા ભરતનગર ખાતે છેલ્લા ૨૫ વર્ષથી તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ભગવાન લાલજી મહારાજના લગ્ન ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. લગ્નમાં કન્યા પક્ષે યજમાન તરીકે ભરતનગર ફેન્ડગૃપ અને મહર્ષીભાઈ કુલીનભાઈ રાવળ રહેશે જયારે વર પક્ષે યજમાન તરીકે શીવનગર વિકાસ મંડળ અને શીવનગર મહીલા સત્સંગ મંડળ તથા શ્રી અનીલભાઇ ત્રીવેઠી રહેશે . મંડપ મૂહર્ત ૧૫ મી નવેમ્બરને સોમવારના રોજ સવારે ૯/૦૦ કલાકે ભરતનગર ખાતે યોજાશે , જ્યારે જાન પ્રસ્થાન સાંજના છ કલાકે જુના શીવનગર, શ્રીનાથજીનગરથી થશે જે ભરતનગરના રાજમાર્ગો પર ફરી સીતારામ ચોક, જુના બેમાળીયા , ભવાની માતા મંદીર , ૧ ર નંબર બસસ્ટોપ થઈ લગ્નસ્થળે પહોંચશે. તુલસી વૃઠાનું પુજન સાજે ૪ કલાકે લગ્નસ્થળ ભરતનગર ફેન્ડગૃપ, મઢુલી પાન પાસે, ભરતનગર ખાતે યોજાશે જયારે જાનનું સામૈયું સમગ્ર ભરતનગર તરફથી સાંજે ૮.૦૦ કલાકે કરવામાં આવશે અને ભગવાનનો હસ્ત મેળાપ રાત્રીના ૮.૪૫ કલાકે યોજાશે , બપોરે ૩/૦૦ કલાકે ગૌરણી પુજન યોજાશે . તુલસી વિવાહને લઈ સમગ્ર ભરતનગરમાં સ્વયંભૂ ઉત્સાહ પ્રવર્તી રહયો છે . સમગ્ર ભરતનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહયું છે . રંગીન સુશોભીત કમાનો અને રંગબેરંગી રોશનીથી સમગ્ર ભરતનગર ઝળહળી રહયું છે . ઘજા , પતાકા અને બેનરો , રંગોળીઓ વડે ભગવાનના લગ્નમાં ઠેર ઠેર રંગો પુરવામાં આવ્યા છે . ભરતનગર ફેન્ડગૃપના તમામ મીત્રો સાથે ભરતનગરના અન્ય નાના મોટા ગૃપના સ્વયંસેવકો લગ્નને સફળ બનાવવા ભવ્ય જહેમત ઉઠાવી રહયા છે . ડી.જે. અને આતશબાજી વચ્ચે ભગવાન લાલજી મહારાજના સામૈયા બાદ ભરતનગર ફેન્ડગૃપના યજમાન પદે મઢુલી પાન પાસે ધામધૂમ પૂર્વક ઠાકોરજીના લગ્ન ઉજવાશે . સુશોભીત લગ્ન મંડપ ખાતે લગ્નવિઘી વરીષ્ઠ શાસ્ત્રીશ્રી રસીકભાઇ જોષી અને શૈલેષભાઈ જોષી દ્વારા કરાવવામાં આવશે . જયારે લગ્ન દરમ્યાન લગ્નગીતો અને ટાણાની રમઝટ અક્ષર ગૃપના ભાવેશભાઈ રાવળ , નીમીશાબેન રાવળ અને ગૃપ તરફથી રજુ કરવામાં આવશે . સમગ્ર તુલસી વિવાહને સફળ બનાવવા ભરતનગર ફેન્ડગૃપના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહયા છે . અદભૂત અને અભૂતપૂર્વ એવા આ ભગવાનના લગ્નને માણવા અને દર્શનનો લાભ લેવા અને ભગવાનના લગ્નને માણવા ભાવેણાની ધર્મપ્રેમીઅ જનતા અને ભરતનગરની તમામ સોસાયટીના નાગરીકોને ભરતનગર ફેન્ડગૃપ અને ભા.જ.પા. ઉપાઘ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ મહેતા તરફથી હાર્દીક નીમંત્રણ પાઠવાયું છે.

(11:51 am IST)