Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ખંભાળીયાઃ ૩૧પ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં તપાસનો ધમધમાટઃ વધુ એકાદ- બે શખ્સ સકંજામાં આવશે

ખંભાળીયા તા.૧પ : સલાયામાંથી પકડાયેલા ૩૧પ કરોડના ડ્રગ્ઝના જથ્થા અંગે દ્વારકા જિ. પો.વડા શ્રી સુનીલ જોશીના માર્ગદર્શન હેઠળ એલ.ઓ.જી. પી.આઇ.શ્રી જે.એમ.પટેલ તથા સ્ટાફ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

આ પ્રકરણમાં અગાઉ રીમાન્ડ પર લેવાયેલા સૈજાદ સિંકદર, સલીમ યાકુબ કારા તથા અલી યાકુબ કારાને ૯ દિવસના રીમાન્ડ પર લીધેલા હતા તેની પુછપરછમાં આ જથ્થો ફારૂકી નામની બોટમાં પાકિસ્તાનની લાવનાર બે ખલાસીઓ સલીમ ઉમર જસરાપા તથા ઇરફાન ઉંમર જશરાપાની ધરપકડ કરીને તેમને પણ સાત દિવસના રીમાન્ડ પર લીધા છે.

આ પાંચેય આરોપીઓની પુછપરછ પોલીસે શરૂ કરીને માલ કયાંથી કલઇ રીતે લાવવામાં આવ્યો તથા હજુ કોઇ વધુ મદદગાર હોય તો તેની પણ તપાસ હાથ ધરી છે.

જો કે સાત નવેમ્બરના રોજ જયારે આ ફારૂકી બોટ પાકિસ્તામાંથી ડ્રગ્ઝ લાની રહી હતી. ત્યારેજ પાકિસ્તાનની પોલીસ દ્વારા દરિયામાં પોરબંદરની બોટ પર ફાયરીંગ થયેલું જેમા઼ શ્રીધર નામનો એક ખલાસી મૃત્યુ પામ્યો હતો. આ પણ તા.૭/૧૧ના બનેલો હોય તથા ૩૧પ કરોડનું ડ્રગ્ઝ પણ તેજ દિવસે લાવવામાં આવેલું હોય આ મુદ્દો પણ તપાસને પાત્ર બન્યો ગણાય.

જોે કે પોલીસે ડ્રગ્ઝની હેરાફેરીમાં વપરાયેલ મહારાષ્ટ્ર પાર્સીંગની ટાટાનેનો કાર એમ.એચ.૦૪, ઝેડ ડી.૦ર૮૦ તથા દ્વારકા પાર્સીંગની  જીજે-૩૭ જે ર૭૧૮ કીયા કારને પણ પકડીને મુદામાલમાં લીધેલ.

રીમાન્ડ પુરી થાય તે પહેલા આ પ્રકરણમાં વધુ શખ્સેની ધરપકડ થાય તેવી સંભાવના પણ મનાય છે. તો ગઇકાલે બે સલાયાના શખ્સોની પોલીસે પુછપરછ પણ હાથ ધરી હતી.

હાલ તો સલાયામાં એ.ટી.એસ. ના બાતમીદારની ચર્ચા કરતો સલીમ પોલીસના પાંજરે પકડાઇ ગયો છે.

રાણ બુથની મુલાકાતે કલેકટર

ચુંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદી સુધારવા કાર્યક્રમ ચાલતો હોય પ્રત્યેક રવિવારે દરેક મતદાન બુથ પર સવારના ૧૦ થી સાંજના પાંચ સુધી મતદાર યાદી સુધારના નવા નામો નવા ફોટા કમી વિ. થાય છે. જેમાં ગઇકાલે પણ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમો યોજાયા હતા જેમાં જિલ્લા કલેકટર એમ.એ.પંડયાએ દ્વારકા જિલ્લાના રાણ ગામે મતદાર બુથની મુલાકાત લઇ કાર્યવાહી કરતા કર્મચારીઓ સાથે ચર્ચા કરીને તેમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

જિલ્લા કલેકટરની સાથે અધિક કલેટરશ્રી કે.એમ.જાની, પ્રાંત અધિકારી શ્રી સંજય કેશવાળા પણ જોડાયા હતા.

સોનલ શકિત કપ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન

ખંભાળિયા ખાતે સમસ્ત દુવભૂમિ દ્વારા જિલ્લા ચારણ ગઢવી સમાજ દ્વારા  તા.૧૭/૧૧/ર૧ ના રોજ પ્રારંભ થશે તથા ચાર દિવસ સુધી આ સ્પર્ધા ચાલશે.

આ સ્પર્ધામાં ખંભાળિયા તથા દ્વારકા જિલ્લાના ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ત્થા જામનગર, રાજકોટ, ખંભાળિયા ગુજરાતભર તથા રાજસ્થાનની ક્રિકેટ ટીમો ભાગ લેશે તથા તેનુ જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે તથા વિજેતા ટીમોને ઇનામો અપાશે.

આ ટુર્નામેન્ટના ભવ્ય આયોજન માટે ગઢવી સમાજના આગેવાનો હરેશભાઇ ગઢવી, રાણીસીભાઇ ગઢવી, કિશોરભાઇ રૂડાય, હર્ષદભાઇ તાન, પરેશનભાઇ ગઢવી, માયાભાઇ ગઢવી, જયરાજભાઇ ગઢવી, વરીમભાઇ માયાણી તથા દેવદાસ કારીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે.

જી.પી.એસ.સી. પરીક્ષા

પાસ કરતા

તાજેતરમાં લેવાયેલી ગુજરાત સ્ટેટ ટેક્ષ ઇન્સપેકટરની પરીક્ષમાં જામનગરના ભરતભાઇ ગઢવીનું પુત્રી દેવલબેન પરીક્ષામાં ઉતીર્ણ થઇને જામનગર બારાહી ચારણ સમાજનું ગૌરવ વધાર્યુ છે તથા ગઢવી સમાજના આગેવાનો દ્વારા અભિનંદન અપાયા છે.

(12:49 pm IST)