Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

રાજકોટથી પરત ઘરે ફરતી વખતે લીંબડી પાસે અકસ્‍માત : એક સાથે ત્રણ સભ્‍યોના મળત્‍યુથી અમદાવાદના મૂછડીયા પરિવારમાં કલ્‍પાંત

 (ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૫ : લીંબડી - અમદાવાદ હાઇવે પર બંધ પડેલા ટ્રક પાછળ ધડાકાભેર કાર અથડાતા કારમાં સવાર દાદા, દાદી અને પૌત્રીની મરણ ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્‍યો હતો. રાજકોટથી પરત ઘરે ફરતી વખતે અકસ્‍માત સર્જાયો હતો. એક સાથે પરિવારના ત્રણ સભ્‍યોના અપમળત્‍યુથી અમદાવાદના મૂછડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ અમદાવાદના છાપરા ખાતે મહેનતપુરા આંબાવાડીમાં રહેતો પરિવારના સભ્‍યો કારમાં રાજકોટ આવ્‍યા હતા અને ત્‍યાંથી પરત અમદાવાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા.
 સાંજે ચારેક વાગ્‍યા આસપાસ તેમની કાર લીંબડી અમદાવાદ હાઇવે પર હતી ત્‍યારે જ હાઇવે પર બંધ પડેલા એક ટ્રક પાછળ પુરપાટ ઝડપે ચાલતી કાર ધડાકાભેર અથડાતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો હતો. અને કારમાં સવાર એક વળદ્ધ અને બાળકીના ઘટનાસ્‍થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. આ તરફ પોલીસ દોડી આવી હતી અને એમ્‍બ્‍યુલન્‍સને પણ જાણ કરાઈ હતી. કારમાં સવાર એક વળદ્ધાને ગંભીર ઇજા પહોંચી હોય તેને તત્‍કાલ સારવાર માટે ખસેડાયા હતા. જોકે સારવારમાં તેમનું પણ મોત નીપજ્‍યું હતું. તપાસમાં ખુલ્‍યું છે કે, મળતકો વચ્‍ચે દાદા, દાદી અને પૌત્રીનો સંબંધ છે. પોલીસે મળતદેહોને પીએમ અર્થે લીંબડી હોસ્‍પિટલ ખાતે ખસેડયા હતા.
અકસ્‍માતના પગલે હાઇવે પર લાંબી વાહનોની લાઈનો લાગી હતી. લીમડી પોલીસે ટ્રાફિક હળવો કરાવી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો.
મળતકોમાં બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બધાભાઈ મૂછડીયા(ઉ.વ.૬૦), હિરાબેન બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ મૂછડીયા, ક્રેયાંશી વિજયભાઈ મૂછડીયા(ઉ.વ.૬)નો સમાવેશ થાય છે.


 

(11:17 am IST)