Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

પડધરી - રોણકી - મેટોડામાં વીજતંત્રની ૪૫ ટીમોનું ચેકીંગ : GIDCના ૩ ફીડર સહિત કુલ ૧૦ ફીડરમાં ધોંસ

રાજકોટ તા. ૧૫ : પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ આજે સવારે ૯ વાગ્‍યાથી રાજકોટ રૂરલ ક્ષેત્રમાં વીજતંત્રની ૪૫ ટીમોએ દરોડાનો દોર શરૂ કર્યો છે.
એસઆરપીના ૧૩ જવાનો અને ૪-વીડીયોગ્રાફરો સાથે કુલ ૬ ગામો અને ૧૦ ફીડર ક્ષેત્રમાં ટીમો ત્રાટકી છે, ટીમોએ પડધરી, રોણકી, મેટોડામાં મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં ચેકીંગ શરૂ કર્યું છે. સાંજ સુધીમાં વીજચોરી અંગે રીપોર્ટ આવશે.

 

(11:15 am IST)