Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બાઈકમાં દારૂની હેરાફેરી કરનાર બે ઝડપાયા.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે સામાકાંઠા વિસ્તારમાં બાઈકમાં ઈંગ્લીશ દારૂની ૦૨ બોટલ સાથે બે ઇસમોને ઝડપી લઈને બાઈક અને દારૂ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે
બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સામાકાંઠા વિસ્તારમાં બાઈક જીજે ૧૩ એફએફ ૧૯૧૮ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૦૨ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને બાઈક સહીત ૨૫,૭૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી શબીર કાસમ મોવર રહે ઇન્દીરાનગર મોરબી અને નવઘણ હિન્દુભાઇ ખીંટ રહે ઇન્દીરાનગર મોરબી એમ બે ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:49 pm IST)