Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

પોરબંદર રીવર ફ્રન્ટ માટે હજુ જમીન ફાળવણીનો હુકમ બાકીઃ આરટીઆઇ બાદ માહિતીની સ્પષ્ટતા માટે અપીલ

અસ્પાવતી નદી યાને કર્લીખાડી ઉદભવે છે. લોકમાતા સુરેન્દ્રનગર - રાજકોટ વચ્ચે આવેલ ચોટીલાના ડુંગરમાંથી પોરબંદર અરબી સમુદ્રમાં નવી બંદર પાસે સમુદ્રમાં સમાય છે. જયારે લોકમાતા ઓઝત ગીરમાંથી લોકમાતા મધુવંતી પણ ગીરમાંથી અમરેલી જીલ્લામાં આવેલ ગીરના ડુગરની ટેકરીમાંથી પોરબંદર તાલુકા અને જીલ્લાના સમુદ કિનારા ઘેડ વિસ્તારમાંથી પસાર થઇ ઓઝત - ભાદર નદી સાથે નવી બંદર પાસે અરબી સમુદના મુખમાં સમાય છે. યાને સગંમ થાય છે. જયારે લોકમાતા મધુવંતી નવી નંદર - માધવપુર વચ્ચે આવેલ પાતા ગામના સિમાડામાંથી પસાર થઇ અરબી સમુદ્રમાં તેમનો સંગમ- યાને ભળી જાય જાય છે.

ત્રણ લોકમાતા-ભાદર ઓઝત-મધુવંતીની સાથો સાથ ચોથી લોકમાતા પૂર્વ જામનગર જીલ્લાના ભાણવડ તાલુકાના ગોપના ડુંગરમાંથી ઉદભવી પોરબંદર જીલ્લાના રાણાવાવ-કુતીયાણા તાલુકાની વચ્ચે પસાર થઇ રાણાકંડોરણાના પાછળના ભાગેથી ડોયાણા મૈયારી-મિત્રાળા વિગેરેની ધાર પરથી પ્રવેશી મોકરના રણમાં થઇ અરબી સમુદ્ર પર વસેલ ગોસાના પાદરમાંથી પસાર થઇ ગોસાના દરિયામાં ભળે છે. પરંતુ આબારૃં બારેમાસ રેતીથી દિવાલ બની લોકમાતા મિણસારના પાણીને રોકતાં તે પાછા ઠેલાતા મોકરના રણમાં પ્રવેશ કરી પથરાય છે. આજે તે વિસ્તાર મોકર સાગર તરીકે પક્ષી અભ્યારણ તરીકે ઓળખાય છે. પોરબંદર રાજયની ભૂગોળ પ્રમાણે તે મોકરનું પાણી રણ તરીકે જાહેર થયેલ.

સ્કુલ કોલેજ સાકાર થઇ રહી હતી ત્યારે ન્યાય કોર્ટ ગુજરાતની વડી અદાલતમાં  જી. આર. ટૂકડીયા દ્વારા સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરાયેલ. ચોમાસાના પાણી નિકાલનો પ્રશ્ન વિકટ બની ગયેલ છે. અને પાણીનું રણ બુરાતું જાય છે. છેવાડો આવી ગયેલ છે. ભવિષ્યમાં શહેરમાંથી પાણી ભરાવાનો પ્રશ્ન એક સમસ્યા બનશે. નગરપાલીકા અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા સાંઢીયા ગટરની યોગ્ય માવજત જાળવણી રહી નથી. થતી પણ નથી. દર વરસે કરોડો રૂપિયા ખર્ચ્ચ થાય છે.

પૂર્વ ધારાસભ્ય  અર્જુનભાઇ મોઢવાડીયાએ અગાઉ રીવર ફ્રન્ટની દરખાસ્ત સરકારમાં મુકેલ તેઓ પોર્ટ જી. એમ. બી. માં એન્જીનીયર તરીકે યશસ્વી કામગીરી બજાવી કર્લી - ખાડા - અસ્માવતી નદીની ભૌગોલીકતા અનુસરી રીવર ફ્રન્ટની દરખાસ્ત મુકેલ. જે કાર્ય ગતિમાં અભ્યાસમાં છે. ત્યાં અન્યો પ્રસિધ્ધીના મોહથી આગળ રહેલ છે.

સ્થાનિક ભૌગોલિક સ્થિતિ રીવર ફ્રન્ટ માટે પૂરતા પાણીનો જથ્થો પ્રવાહ જરૂરી છે ત્યારે પોરબંદર છાંયા વચ્ચે કર્લીખાડી-સ્માવતી નદીમાં સાકાર થઇ રહેલ રીવર ફ્રન્ટ માટે પૂરતું પાણી નથી. ગામમાં સામ સામે ચેક ડેમ બાંધેલ હોય જેથી ચોમાસામાં લોકમાતાના આવતા પુરતું પાણી ચેકડેમ ઓવરફલો થાય તો રીવરફ્રન્ટ વિસ્તારમાં આવી શકે.

જીલ્લા કલેકટરશ્રી પાસે પીઢ પ્રકાર હેમેન્દ્રકુમાર પારેખ માહિતી અધિકાર ગુજરાત સને ર૦૦પ અન્વયે માહિતી માંગતા જે માહિતી માંગેલ તેની વિગત અંશને નગર પાલિકા તથા છાંયા નગર પાલિકાની રીવર ફ્રન્ટ માટેની માંગણી અન્વયેનું પ્રકરણ હાલ ચાલુ છે. જમીન ફાળવવા આજ સુધી હુકમ કરવામાં આવેલ નથી.

સી.આર.ઝેડની મંજૂરી લીધેલ છે કે કેમ ? તેમજ આ જગ્યાનું સામાજીક કે સમાજ ક્ષેત્રે ઉપયોગ કરવાનો હોય તેમાંથી નગર પાલિકાઓએ આવકના સ્ત્રોત (સાધનો) ઉભા કરી શકે કે નહીં જો હા હોય તો કયા નિયમ અનુસાર ઉભા કરેલ છે. આજ દિન સુધી રીવર્સ ફ્રન્ટની કાર્યવાહીની કાર્યવાહી અંગે રેવન્યુ રાહે દંડ કાર્યવાહી અને તેમાં કેટલો દંડ રૂટ કરેલ છે તેની વિગત માંગી છે. ઉપરોકત પ્રયુત્તર સંતોષકારક ન હોવાથી આ સબંધે અપીલ અધિકારી અને નિવાસી કલેકટરશ્રી કલેકટર કચેરીને અપીલ કરેલ છે. મુદા નં. પ સ્પષ્ટ માહિતીની વિગત હોવા છતાં માહિતી અસ્પષ્ટત્તાનું કારણ દર્શાવી માહિતી આપી શકાય તેમ નથી જેથી અપીલ દાખલ કરેલ છે.

(1:47 pm IST)