Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દેવભૂમી દ્વારકા જિલ્લામાં અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે યોગ સેમિનાર

દેવભૂમિ દ્વારકા તા.૧૫: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજયના તમામ જિલ્લાઓમાં અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા એક તાલુકા મથક ખાતે તા.૨૩-૧૧-૨૦૧૮થી યોગ સેમીનારનું આયોજન વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે.

યોગમાં રસ ઘરાવતા અનુસૂચિત જાતિના ઉમેદવારોએ પ્રાદેશિક જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વ દેવભૂમિ દ્વારકાના મો.૯૫૭૪૫૮૭૭૪૭ ઉપર સિનિયર કોચનો સંપર્ક કરીને યોગ સેમીનાર માટેના પ્રવેશપત્ર મેળવી તેમાં સંપુર્ણ વિગતો ભરીને તા.૨૦-૧૧-૨૦૧૮ સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની કચેરી, શકિતનગર રામનાથ સોસયટી જામખંભાળીયા ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી આપવાનું રહેશે. પસંદ થયેલ ઉમેદવારોને સિનિયર કોચ દ્વારા યોગ સેમિનાર અંગે જાણ કરવામાં આવશે. તેમ સીનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.

જિલ્લાના સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ માટે ટેસ્ટ

દેવભૂમિ દ્વારકાઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલીત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટીફીકેશન દ્વારા પ્રતિભાશાળી(યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે આગામી તા.૨૭-૧૧-૨૦૧૮ના રોજ જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેલમહાકુંભ-૨૦૧૮માં તાલુકા કક્ષાની અં-૯ તથા અં.૧૧ની ઇવેન્ટમાં ક્રમ ૧ થી ૮માં પસંદગી પામેલ તા.૦૧-૦૧-૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઇઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઇ શકશે. આ કસોટી તા.૨૭-૧૧-૨૦૧૮ને મંગળવારના રોજ સવારે ૭ કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામખંભાળીયા ખાતે યોજાશે. જેના કન્વીનરશ્રી ભીમશીભાઇ ગોજીયા(મો.૯૮૨૫૬૯૮૨૧૧) છે. તેમ સીનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્વની એક યાદીમાં જણાવામાં આવ્યું છે.

(12:23 pm IST)