Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વડિયામાં ખેલ મહાકુંભનો પ્રારંભ

અહિની સુરગવાવ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ખેલ મહાકુંભ ર૦૧૮ રાજય કક્ષાની ખો-ખો ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. સ્પર્ધાનો પ્રારંભ પૂર્વ રમત ગમત મંત્રી બાવકુભાઇ ઉંધાડના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી, બગસરા માર્કેટ યાર્ડના પ્રમુખ કાંતિભાઇ સવાસીયા તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાની ૩પ ટીમોમાં ૪૯૦ ખેલાડીઓએ લાભ લીધો હતો. આ તકે પંચાયત હસ્તકજ યોજાયેલ કાર્યક્રમમાં સરપંચની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

(12:20 pm IST)