Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

જૂનાગઢમાં હાથ લાગી 4 લાખ રૂપિયા ભરેલી બેગ છતા ના ડગી પ્રામાણિકતા

હાજી ફારૂકભાઈએ બેગ મૂળ માલીકને પરત કરી

જૂનાગઢ : શહેરમાં એક વ્યક્તિએ પોતાની પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. ગેસ એજન્સીમાં મેનેજર તરીકે કામ કરતા એક વ્યક્તિની 4 લાખ રૂપિયા ભરેલી બેગ સરદારબાગ રોડ પાસે પડી ગઈ હતી. જો કે સદનસીએ આ બેગ વોટર સપ્લાયનું કામ કરતા હાજી ફારૂકભાઈ દુરવેસને મળી હતી. બેગ મળતાની સાથે તેણે બેગ માલિકનો સંપર્ક સાધી ચાર લાખ રૂપિયા ભરેલી બેગ પરત કરી હતી.

(12:20 pm IST)