Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વરસાદની આગાહી વચ્ચે સોરઠના વાતાવરણમાં પલ્ટોઃ સવારથી વાદળા

મીની વાવાઝોડાની પણ શકયતાથી લોકોનાં જીવ ઉચક

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧પ : વરસાદની આગાહી અને મીની વાવાઝોડાની શકયતાને લઇ સોરઠના વાતાવરણમાં સવારથી પલ્ટો આવતાં આકાશમાં વાદળા છવાઇ ગયા છે. રાજયના હવામાન વિભાગે ૧૬ થી ૧૮ ઓકટોબર દરમિયાન જુનાગઢ ગીર, સોમનાથ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. તેમજ વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, માળીયા હાટીના, વંથલી, માણાવદર તેમજ કેશોદમાં વધુ વરસાદની શકયતા અને મીની વાવાઝોડાની પણ સંભાવના વ્યકત કરાઇ છે. દરમિયાન જુનાગઢ સહિત સોરઠના વાતાવરણમાં સવારથી પલ્ટો આવેલ છે. આકાશમાં વાદળા છવાય જતાં વરસાદની શકયતા પ્રબળ બની છે. સવારે જુનાગઢનું લઘુતમ ર૬.૯ ડીગ્રી વાતાવરણમા ભેજનું પ્રમાણ ૪૮ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪ કિ.મી.ની રહી હતી.

(12:53 pm IST)