Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કેશોદના સ્મશાન પાસે જાહરેમાં રજડતી કોરોના કિટો

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદના નગરપાલિકા સંચાલિત સ્મશાન પાસે તંત્રની બેદરકારીને લઈને કચરાની સાથે રજડતી કોરોના દર્દીની ત્રણ પીપી કિટો જોવા મળતા સ્થાનિક રહીશ લોકોમાં ભયનો માહોલ ફેલાયેલ હતો. સ્મશાાનમાં એક વૃદ્ઘ કોરોના દર્દીને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. આ વિસ્તારના લોકો ધ્વારા તંત્રનુ ધ્યાન દોરવામાં આવતા આ તમામ પીપી કીટ સળગાવી સ્મશાનથી અડધો કિલોમીટર સુધી સેનીટાઇઝ કરવામાં આવેલ હતુ.તંત્ર દ્વારા હાલ મહામારીમાં પુરતુ ચોકસાઈ સાથે ધ્યાન આપવામાં આવશે નહીં તો કેશોદમાં કોરોના વધુ સંક્રમિત થઈ ફેલાઈતો નવાઈ નહી.

(12:50 pm IST)