Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

જેતપુરમાં ૩ ભાઇઓ ઉપર હુમલોઃ એકની હત્યાઃ ર ગંભીર

ભાણેજને ભગાડી જવાનું માલુમ પડતા સમજાવવા જતા બઘડાટીઃ દિલુભાઇ વાંકના મોતથી અરેરાટી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૫: શહેરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા શખ્સને આજ વિસ્તારમાં રહેતા પરીવારની ભાણેજ સાથે સંબંધ હોય તે બાબતે સમજાવેલ પરંતુ સામે તે વાતનો ખાર રાખી તેના ભાઇઓ ર મળતીયાઓ સાથે યુવતીના ત્રણે મામા ઉપર બેઇઝ બોલનો ધોકો, લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરતા દિલુભાઇ વાંકનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. જાણવા મળતી વિગત અનુસાર અત્રેના ભાદરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા બહાદુરભાઇ નાગભાઇ વાંક તેના ભાઇઓ દિલુભાઇ અને દડુભાઇ સાથે રહી ગુજરાન ચલાવતા હોય તેની બહેનની દિકરી કે જે ઉપલેટાના ટાંક ગામે રહે છે તે અહીં આવેલ હોય તે દરમ્યાન આજ વિસ્તારમાં રહેતો ઉદય ભાણકુભાઇ શેખવાને તેની સાથે સંબંધ થઇ જતા ઉદય ભગાડી જવાનો હોય તે અંગેની જાણ બહાદુર ભાઇને થઇ જતા તેના ભાઇઓને સાથે લઇ ઉભાને સમજાવવા ગયેલ. બાદ તેની ભાણેજ તેના ઘેર મોકલી દીધી હોય ઉદયને તે નહિ યોગ્ય લાગતા ગત સાંજે સાડા આઠેક વાગ્યાના અરસામાં ઉદય તેનો ભાઇ દિલુ અને ર અજાણ્યા શખ્સોને સાથે રાખી બહાદુરભાઇના ઘેર આવી બોલાચાલી કરી બેઈઝ બોલના ધોકા  લોખંડના પાઇપ વડે હિચકારો હુમલો કરતા ત્રણેભાઇઓને માથા સહિત ગંભીર ઇજાઓ થયેલ જેથી લોહી લુહાણ થઇ જતા માણસોના ટોળા એકત્રીત થતા ચારે શખ્સો નાસી ગયેલ અને ઇજા પામેલ બહાદરભાઇ, દિલુભાઇ, દડુભાઇને સારવાર માટે પ્રથમ જુનાગઢ રીફર કરેલ જયાં દિલુભાઇ અને દડુભાઇને વધુ ગંભીર ઇજાઓ હોય બહાદુરભાઇને માથામાં ટાંકા લઇ બીજા બન્ને ભાઇઓે રાજકોટ રીફર કરેલ જયાં સારવાર દરમ્યાન દિલુભાઇ નાગભાઇ વાંકનું મોત નિપજેલ અને દડુભાઇ કોમોમાં ચાલ્યા ગયેલ જેથી પોલીસે બહાદુરભાઇની ફરીયાદ પરથી ઉદય ભાણકુભાઇ શેખવા, દિલુ ભાણકુભાઇ શેખવા, અજય બે અજાણ્યા સાથે ચારે વિરૂધ્ધ આઇ. પી. સી. ૩૦ર, ૩૦૭, ૩રપ, ૧૧૪, જી. પી. એકટ ૧૩પ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ સીટી પી. આઇ. જે. બી. કરમુરે હાથ ધરી છે.

(11:38 am IST)