Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ભાણવડ બેન્ક ઓફ ઇન્ડીયામાં ચોરી પ્રકરણઃ મધ્યપ્રદેશની આંતરરાજ્ય ચોરી કરતી 'કડીયાસાંસી' ગેંગની મહિલા ઝડપાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૧૫: દેવભૂમિ દ્વારકા એલસીબી ટીમે ભાણવડની બેન્ક ઓફ ઇન્ડિયામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલીને મધ્યપ્રદેશની આંતરરાજ્ય ચોરી કરતી 'કડીયા સાંસી' ગેંગની મહિલા સવીતા ઉર્ફે બબા મહેશભાઇ સીસોદીયાની ધરપકડ કરી છે. આ મહિલા અને ગેંગ દ્વારા ૧૧ જેટલી ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

મધ્યપ્રદેશ રાજ્યના રાજગ્રહ જીલ્લાના પાચોરે તાલુકા આજુ-બાજુના ગામડાઓમાં રહેતા મુખ્યત્વે કડીયાસાંસી તથા ગુલખેડી ગામોમાં રહેતી મહીલાઓ દ્વારા ચાર-પાંચ મહીલાઓની ગેંગ બનાવી કાર ભાડે કરી પુરા ભારતમાં તેઓ બેંકોમાં નજર ચુકવી ચોરીઓ કરે છે. તેમજ મોટા શહેરોમાં લગ્ર પ્રસંગમાં નજર ચુકવી દાગીનાઓની ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.

પોલીસે રોકડ રૂ. ૪૦,૦૦૦ મોબાઇલ ફોન ૧ કિ. રૂ.૫૦૦ જપ્ત કરેલ છે.

આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ પકડાયેલ આરોપી અગાઉ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લાના મોઘટ પોસ્ટે. તેમજ આગ્રા, દિલ્હી તથા પંજાબના નાના શહેરોમાં બેંકમાં નજર ચુકવી ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ છે.

 રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદીપ સિંહ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનીલ જોષીએ વણશોધાયેલ મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચનાઓ આપેલ હતી. જે અન્વયે એલ.સી.બી. દેવભૂમિ દ્વારકાના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એમ. ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સ.ઇ. શ્રી વી.એમ.ઝાલા તથા સ્ટાફના મિલ્કત વિરૂધ્ધ ગુનાઓ કરતા ગુન્હેગારોને શોધી પકડી પાડવા માટેની કામગીરીમાં હતા. તે દરમિયાન ગઇ તા. ૨૮/૯/૨૦૨૦ના રોજ ભાણવડા ખાતે બેંક ઓફ ઇન્ડીયામાં ગ્રાહકની નજર ચુકવી મહીલોાઓ દ્વારા ચીરીનો બનાવ બનેલ હોય જે બાબતે પો.ઇન્સ. જે.એમ.ચાવડા તથા ભાણવડ પો.સ.ઇ.શ્રી જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ અગાઉના સેમ. એમ.ઓથી બનેલ ગુન્હાઓ બાબતે અભ્યાસ કરી ગુન્હો શોધી કાઢવા એલ.સી.બી. ટીમે સુચના કરેલ તે દરમ્યા હેડ કોન્સ. મસરીભાઇ આહીર તથા ભરતભાઇ ચાવડા વગેરેની મળેલ હકીકત આધારે મહિલાની ધરપકડ કરી છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઇ શ્રી જેે.એમ.ચાવડા પીએસઆઇ વી.એમ.ઝાલા અને ભાણવડ પો. સ્ટે.ના પીએસઆઇ જે.જી.સોલંકીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેક કોન્સ. મસરીભાઇ ભારવાડીયા, ભરતભાઇ ચાવડા, સહદેવસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા, કોન્સ. જીતુભાઇ હુણ, તથા ભાણવડ પો. સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ એલ.એલ.ગઢવી, હેડ કોન્સ. કીશોરભાઇ નંદાણીયા, કોન્સ. ખીમાભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા, WPC સબમના બેન હી૦ગોરા દ્વારા કરવામાં આવેલ છે.

(11:14 am IST)