Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નલીયા એરફોર્સના સાર્જન્ટે પોતાની છાતીમાં ગોળી મારતા ચકચાર

વિમાનથી ભુજ બાદ સારવાર માટે પુના મિલિટરી હોસ્પિટલમાં ખસેડાયા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૫:  કચ્છના નલીયા મધ્યે આવેલ ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવતાં સાર્જન્ટે ફરજ દરમ્યાન પોતાની છાતીમાં ગોળી મારી દેતાં ચકચાર મચી ગઈ છે.

 

ગઈકાલે પોતાની ફરજ દરમ્યાન સાર્જન્ટ સચીનકુમારે પોતા પાસે રહેલી સર્વિસ રિવોલ્વરમાંથી જાતે જ ગોળી મારી હતી. પોતાની છાતીમાં ગોળી મારી દીધા બાદ ઢળી પડેલા સાથી કર્મચારીને જોઈ દોડધામ મચી ગઈ હતી.  ગંભીર રીતે ઘાયલ થયેલા સાર્જન્ટ સચિનકુમારને તાત્કાલિક પહેલાં ભુજ ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે પુના મિલિટરી હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવનું કારણ જાણવા મળ્યું નથી. કોઠારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એચ.જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)