Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

પોરબંદરઃ ફરજિયાતની તાલીમમાં જોડાયા બાદ યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યો

પોરબંદર તા.૧૫: તાલુકાના ભોમયાવદરના ગામની શાંતિબેન નામની પરીણિત આંગણવાડી વર્કર બહેનને ૯મો મહિનો ચાલતો હોય અને આંગણવાડીમાં મોબાઇલની તાલીમ ફરજિયાત લેવાની હોય તાલીમમાં જોડાયા બાદ પ્રસવનો દુઃખાવો ઉપડયા બાદ તેમને નજીકના સીમર આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવેલ અને ત્યાં તેમણે મૃત બાળકને જન્મ આપ્યો હતો.

આંગણીવાડીની ગર્ભવતી બહેન તાલીમમાં ન આવી શકે તેમ હોવા છતાં ફરજિયાત તાલીમમાં ૩ દિવસની તાલીમ લીધી હતી અને તાલીમ બાદ દુઃખાવો ઉપડતા મૃત બાળક અવતર્યુ હતું. આંગણવાડી બહેનોને નવા મોબાઇલ આવ્યા હોય તાલીમ લેવાનું ફરજિયાત બનાવ્યું હતું.

પ્રસૂતાને થયેલ હેરાનગતિ સામે આંગણવાડીની અન્ય વર્કર બહેનોેએ આ પ્રશ્ને જિલ્લા પંચાયત કચેરીએ રજૂઆત કરી હતી.

(4:06 pm IST)