Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કેશોદ અક્ષરનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયો પરંપરાગત લોકમેળો

જૂનાગઢ તા.૧૫, ગુજરાતના મેળાઓ સામાજીક સંસ્કૃ્તિ અને ધાર્મિક પરંપરાઓનું પ્રતિક છે. ગુજરાતના તહેવારો, મેળાઓ અને તેની ઉજવણીને લીધે તે વૈશ્વિક ફલક ઉપર પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતના મેળાઓ તેની ઉજ્જળ પરંપરા, ગૌરંવવંતા મૂલ્યો અને, સાંસ્કૃતિક વારસા, શાખ અને સાહસિકતા જેવા ગુજરાતના લોકોની વાતને વૈશ્વિક ફલક ઉપર પ્રતિબિંબિત કરે છે. ગુજરાતમાં વર્ષ દરમિયાન નાના - મોટા ૧૫૨૧ જેટલા લોકમેળાઓ યોજાય છે. કેશોદ પરગણાનાં અક્ષયગઢ સોરઠ ક્ષય નિવારણ સમિત દ્વારા યોજાતો લોકમેળો છે. અક્ષયગઢનાં લોકમેળાનો પોતાનો એક અલગ અંદાજ-આનંદ છે. અક્ષયગઢના મેળામાં ગ્રામ્યજનો ઉત્સાહપૂર્વક ભાગ લઇ જીવનનો આનંદ માણે છે. અક્ષયગઢ મેળામાં હાથથી બનાવેલ કલાત્મદક ચીજ વસ્તુહઓ, પરંપરાગત નૃત્યોછ, સંગીત, તેમજ અહીંની દ્યેડ, નાધેર, સોરઠ અને હાલાર બરડો અને આલેચની લોકસંસ્કૃતિને નીરખવાનો અનેરો મેળો છે. મેળો ત્રણ દિવસ ચાલે જે અક્ષયનાથ મહાદેવની પાસેના વિસ્તા્રમાં ઉજવવામાં આવે છે. જે સ્થાનિક મેળાનાં માણીગરો અને પ્રવાસીઓનું ખાસ આકર્ષણ કેન્દ્ર છે. આ મેળામાં મંત્રી જવાહરભાઇ ચાવડા, ભગવાનજીભાઇ કાકડિયા જોડાયા હતા. મેળા  સમિતિના કન્વીનર જયકરભાઇ ચોટાઇ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.(

(1:37 pm IST)