Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

માખિયાળામાં યોજાયેલા સર્ર્વરોગ નિદાન કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરાઈ

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા માખિયાળા લેઉવા પટેલ મહિલા મંડળના સહયોગથી માખિયાળા ગામ ખાતે આસપાસના ગામના લોકો માટે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૦૦થી વધુ દર્દીઓના આરોગ્યની તપાસ કરીને ૧૪ જેટલા તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી. દર્દીઓને લેબોરેટરી તપાસ અને દવાઓ પણવિનામુલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પનો પ્રારંભ ભરત વાંક, નટુભાઇ પટોળીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જરૂરિયાતમંદોને વિવિધ વસ્તુઓનું વિતરણ, ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ, ખેડૂતોને માર્ગદર્શન સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ સાચો ધર્મ છે. કર્મ અને પુરૂષાર્થ થકી જ વ્યકિત મહાન બની શકે છે. દરિદ્રનારાયણની સેવા એ ઈશ્વરની સેવા છે. આવા આદર્થો સાથે વિવિધ સેવાકીય સંસ્થાઓને પણ સાથે રાખીને લેઉવા પટેલ મહિલા મંડળ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં એમડી ડો.ભરત ઝાલાવાડૅયા અને એમએસ ડો.નિરવ સતાસિયાએ મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોને આરોગ્યલક્ષી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પમાં એમડી ડો.જતિન સોલંકી, એમડી ગાયનેક ડો.નૈનેશ ઝાલાવાડિયા, એમએસ ઓર્થો ડો.નિકુંજ ઠુંમર અને મૌલિક ભાલોડિયા, એમએસ ઓપ્યો. ડો.ઓમ પટેલ, ચામડીના નિષ્ણાંત ડો.શ્યામ માકડિયા, ફેફસાના નિષ્ણાંત ડો.ચિંતન યાદવ, બાળરોગ નિષ્ણાંત ડો.હર્ષા ગાધૈ, દાંતના નિષ્ણાંત ડો.જતીન વધાસિયા, ડો.કિન્નરી સુવાગીયા, ફ્રિઝીયૉથેરાપીટસ્ટ ડો.ચિરાગ પાનસુરીયા તેમજ લેબોરેટરીમાં ડો.પ્રિગ્નલ અધેરાએ સેવા આપી હતી. આગેવાનો બાબુભાઈ ગજેરા, કરશનભાઈ ધડુક, રમણિકભાઈ હિરપરા, વિક્રમભાઈ વાંક, સવજીભાઈ સિદપરા, યોગેશભાઈ પાનસુરીયા, રેખાબેન પરમાર, વિભાબેન ઠુંમર, લલિતભાઈ સુવાગીયા, સુરેશભાઈ વેકરિયા, અમિતભાઈ પટેલ , મનસુખભાઈ વાજા, યોગેશભાઈ વઘાસિયા વગેરેએ હાજર રહીને સેવા આપનાર તબીબો તથા આયોજન કરનાર કાર્યકરૌને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પને સફળ બનાવવા સમાજસેવક હરસુખભાઈ વઘાસિયા અને પ્રિતિબેન બી. વઘાસિયાના માર્ગદર્શન હેઠળ માખિયાળાના સરપંચ રમેશભાઈ ગજેરા તથા માખિયાળા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ આરતીબેન ગજેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.(

(1:36 pm IST)