Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ખંભાળીયાના સુમરા તરઘડી ગામે મૃત નવજાત શીશુને દફન કરવાના બનાવમાં બે વિરૂધ્ધ ફરીયાદ

ખંભાળિયા તા.૧પ : શીશુને દફનાવાના બનાવમાં તરઘડી ગામની સીમમાં ગત તા.૧૩ના રાત્રીના સમયે કોઇ અજાણી સ્ત્રી તથા અલ્ટો કાર નં.જી.જે.૩૭. બી.-૦૦૦૬ વાળો શખ્સ તાજુ જન્મેલું નવજાત મૃત બાળકને રેતીમાં દફન કરતા હતા.

ત્યાંથી પસાર થતાં માલદેભાઇ ચનાભાઇ ચાવડા જોઇ જતાં બનાવ અંગે ગ્રામજનો તથા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફરીયાદી માલદેભાઇ ચાવડા રહે. આહીર સિંહણની ફરીયાદ નોંધી અજાણી સ્ત્રી તથા ઉપરોકત નંબરની અલ્ટોકારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પો. હેઙ કોન્સ. ડી.બી. ગઢવી ચલાવી રહયા છે.

(1:31 pm IST)