Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

માણાવદર સ્વામીનારાયણ મંદિરે રાસોત્સવ

માણાવદર : પ્રાચીન સ્વામિનારાયણ મંદિરની આ ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણ ૧૯ વખત પધાર્યા છે ત્યા ક્ષારવતી નદીમાં સ્નાન કર્યુ. મંદિરમાં સત્સંગ કરી હરિભકતોને ધર્મજ્ઞાન આપ્યુ. મંદિરના કુવામાં સ્નાન કર્યુ તે તથા પ્રસાદીનો ઢોલીયો (પલંગ) તથા શિવમંદિરની સ્થાપના કરી પૂજન કર્યુ અને રરપ વર્ષ જૂની દુર્લભ પ્રસાદીની મુર્તિ અહી ખાસ તહેવારે પૂજન કરાય છે તે મુર્તિ છે આવા તીર્થ સમા મંદિરમાં મયારામ ભટ્ટ હરિભકત ઉપર અનેરો પ્રેમ હતો તેની નોંધ ગ્રંથોમાં થઇ છે. આ મંદિરે કોઠારી સ્વામી મોહન પ્રકાશજીના માર્ગદર્શનમાં શરદોત્સવની ઉજવણી થઇ જેમાં દૂધ પૌવા, રાસોત્સવ, સમુહ મહાઆરતી તથા દુર્લભ મુર્તિનું પૂજન દર્શન સહિત આરતી થઇ હતી જેમા હરિભકતો ઉમટી પડયા હતા તેમ કોઠારી સ્વામી મોહન પ્રકાશજીએ જણાવ્યુ છે શરદોત્સવની તસ્વીર.

(12:44 pm IST)