Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ગારીયાધાર નગરપાલિકાને ડિમોલેશન ભારે પડયુ

ગારીયાધાર તા. ૧પ :.. નગરપાલિકા દ્વારા રસ્તા દબાણ દૂર કરવાની કામગીરી નવા અધિકારી માટે માથાનો દુઃખાવો બની હતી. જેમાં જાહેરમાં ગાળો આપી હાંકી કાઢવામાં આવ્યા હતાં.

ડિમોલેશનમાં નગરપાલીકા અધિકારી કી. વી. વઘાસીયા, કલાર્ક મહેતાભાઇ અને વાઘેલા ભાઇ સાથે બકાલુ વહેંચતા દલીત યુવકને હડધુત કર્યાની પોલીસ મથકે ફરીયાદ નોંધવા માટે અરજી આપવામાં આવી હતી.

ડીમોલેશનને લઇને લારી અને પાથરણા વાળા એક સંપ થઇ ને નગરપાલિકાને માથે લેવામાં આવી હતી. જયાં આગળ ડેમોલેશન કરવાના હુકમોની કોપીઓ માંગવામાં આવી હતી. પરંતુ સમગ્ર તંત્ર દ્વારા વગર હુકમે રાજકીય ઇશારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. તેવુ બધાની વચ્ચે વ્યકત કરાયું હતું. વારંવાર થતા આવા ડિમોલેશનના પગલે એકઠા થયેલા લારી અને પથરાણા વાળા દ્વારા સમગ્ર નગરપાલિકામાં ર કલાક સુધી ભારે હંગામો મચાવ્યો હતો.

આ હોહલ્લો થતા તાત્કાલીક પોલીસ બોલાવાય હતી. જયારે દલીત આગેવાનો દિનેશભાઇ વણજારા અને હરજીભાઇ વણજારા  આવી તમામને પોલીસ મથક પર જઇ ને ફરીયાદ માટે કાર્યવાહી કરવામાં આવી હતી.

(12:42 pm IST)