Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

માળીયાના ખોરાસાની સગીરા પર ગામના જ શખ્સનું દુષ્કર્મ

કુકર્મ આચરી ઘરે મુકી ભાગી ગયો

જુનાગઢ તા. ૧પઃ જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીનાં તાલુકાના ખોરાસા ગામે રહેતા એક પરિવારની ૧પ વર્ષીય સગીર પુત્રીને તેનાં જ ગામનો હિતેષ બુધાભાઇ પંડીત નામનો શખ્સ ગત તા. ૧૩ની રાત્રે ઉઠાવી ગયો હતો.

સગીરાને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયા બાદ તેણી સાથે શરીર સંબંધ બાંધી વ્હેલી સવારના તરૂણીને તેનાં ઘરે મુકી જઇ હિતેષ પંડીત નાસી ગયો હતો. આ અંગે ભોગ બનનાર તરૂણીની માતાએ ફરિયાદ નોંધાવતાં ચોરવાડ પોલીસે કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોસ્કો એકટ ૪, ૬, ૮ તથા ૧ર મુજબ ગુનો નોંધી નરાધમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:56 am IST)