Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દારૂ સાથે ઝડપાયેલા ગોંડલ એસ.ટી.ના ડ્રાઇવર સસ્પેન્ડ

ગોંડલ તા. ૧પ :.. ડેપોની એસ. ટી. બસ ગોંડલ ઉદયપુર રૂટની બસ ઉદયપુરથી ગોંડલ પરત ફરતી વખતે એસ. ટી.ના લાઇન ચેકીંગ અધિકારીએ સાયલા પાસે બસ ચેક કરતા બસના ડ્રાઇવર સુભાષભાઇ સી. અજુડીયાના થેલામાંથી ૧ર નંગ બોટલ ઇગ્લીશ દારૂ મળતા તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી સાયલા પોલીસે ધરપકડ કરેલ ત્યારબાદ વિભાગીય નીયામક રાજકોટશ્રીએ તેની તાત્કાલીક અસરથી ધ્રંાગધ્રા બદલી કરી  સસ્પેન્ડ કરેલ છે. આ રૂટમાં સુભાષભાઇ અમુડીયા ડ્રાઇવર ઘણા સમયથી દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમીને આધારે એસ. ટી.નાં લાઇન ચેકીંગ અધિકારીએ આ કાર્યવાહી કરેલ હતી તેમ ગોંડલના ડેપો મેનેજરશ્રી અગ્રાવતે જણાવેલ છે.

(11:53 am IST)