Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

દ્વારકા હોમ ચોકમાં ટ્રકે બાળકને હડફેટે લેતા બાળકનું મૃત્યુ

દ્વારકા તા. ૧પઃ નાગેશ્વર રોડ ઉપર રહેતા બાવાજી ભરતભાઇ પોપટભાઇ ગઇ કાલે સમી સાંજે તેમના પરિવાર બાળકોને ટયુશન કલાસ માટે મુકવા ગયેલા હતા ત્યારે ટ્રક નં. જી.જે. રપ યુ ૩પ૧ર ના ચાલકે ભરતભાઇને સ્કુટર સાથે હડફેટે લેતા તેમાં બેઠેલા પુત્રી મીરા ફંગોળાઇ જતાં બચાવ થયો હતો જયારે પુત્ર સિધ્ધાર્થ ઉ.વ. ૧૧ ને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પીટલ લઇ ગયા બાદ તેમનું મૃત્યુ થયું છે. નાગેશ્વર રોડ ઉપર વેલ્ડીંગ કામનું ગેરેજ ચલાવતા ભરતભાઇએ પોલીસને જાણ કરતા પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી છે.

(11:53 am IST)