Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

મોરબીઃ પરીક્ષા રદ થતાં રોષ

 મોરબીઃ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આજે જીલ્લા કલેકટર મારફત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના સચિવને આવેદન પાઠવી જણાવ્‍યું છે કે ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વર્ષે ૨૦૧૯-૨૦ માટે બિનસચિવાલય ક્‍લાર્ક અને ઓફીસ આસિસ્‍ટન્‍ટ વર્ગ ૩ ની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ અને લાખો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈને ઉજ્જવળ ભવિષ્‍યની કામના સાથે તૈયારીઓ કરી હતી અને  પરીક્ષા હાલ પુરતી રદ કર્યાની જાહેરાત કરી હતી આ ભરતી પ્રક્રિયાને ધ્‍યાને લઈને ઉમેદવારોએ મહેનત કરી હતી તેમજ નાણાકીય બોજ પણ ઉઠાવેલ છે ભરતી પ્રક્રિયા રદ થવાથી તમામ ઉમેદવારોમાં હતાશાની લાગણી જોવા મળે છે તે ઉપરાંત ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના ધોરણોમાં પણ ફેરફાર થયો છે જેથી યોગ્‍ય સમયમાં ઉમેદવારો તરફી નિર્ણય નહિ કરાય તો ગાંધી ચિંધ્‍યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન કરવાની ફરજ પડશે તેમ પણ અંતમાં જણાવ્‍યું છે. સમિતિ દ્વારા આવેદન આપ્‍યુ છેમ તે તસ્‍વીર.

(10:34 am IST)