Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ઇશ્‍વરિયા ગામે નવરાત્રી પૂર્વ સમાપનઃ રાસ-લહાણી કાર્યક્રમ યોજાયા

મૂર્તિની શકિતની પૂજા કરીએ છીએ, જીવતી શકિતનો અનાદર

ઇશ્‍વરિયા,તા.૧૫: ઇશ્‍વરિયા ગામે નવરાત્રી પર્વના સમાપન પ્રસંગે યોજાયલ કાર્યક્રમમાં ટકોર કરાઇ કે, મૂર્તિની શકિતની પૂજા કરીએ છીએ, જીવતી શકિતો અનાદર કરતા રહ્યા છીએ.

નવલા નોરતા દરમિયાન ઇશ્‍વરિયા ગામે નવરાત્રી મંડળી દ્વારા તમામ જ્ઞાતિની બાળાઓ બહેનોએ ગરબા રાસ લીધા બાદ દશેરાના પર્વે સમાપન પ્રસંગે લ્‍હાણી ભેટ કાર્યક્રમ યોજાયેલ. દરરોજ અહીં દાતાઓ તરફથી નાસ્‍તો કરાવાતો હતો. જેમાં શ્રી રામેશભાઇ દવે, શ્રી હાજાભાઇ ગોહિલ, શ્રી ગોવિંદભાઇ ગોહિલ વગેરેનું સંકલન રહ્યું.

દશેરાના સમાપન પ્રસંગે માજી સરપંચ શ્રી મકેશ પંડિત દ્વારા ઉદ્દબોધનમાં ટકોર કરાઇ કે મૂર્તિની શકિતની આપણે પૂજા કરીએ છીએ. જ્‍યારે જીવતી શકિતનો અનાદર કરી રહ્યા છીએ. આમ,સ્ત્રીભૂણ હત્‍યા સામે રંજ વ્‍યકત કર્યો.

શ્રી નીરજભાઇ દવેના સંચાલન સાથેના કાર્યક્રમમાં ઇશ્‍વરિયાની પ્રથમ દીકરી પોલીસ કર્મચારી કુમારીશ્રી મિરા દેવમુરારીનું ગામ વતી ચાદર વડે અભિવાદન કરાયું હતી. અહીં રાસ ગરબામાં જોડાયેલા બહેનોને શ્રી હિમાબેન દવેએ માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આયોજનમાં શ્રી હિતેશભાઇ ગોસ્‍વામી, શ્રી રામભાઇ ગોહિલ, શ્રી ઋત્‍વિજ પંડિત વગેરે રહ્યા હતા.

(10:32 am IST)