Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

તસ્વીરકાર ભાટી એન.ને ગુજરાત મિડીયા એવોર્ડ અર્પણ

વાંકાનેર તા. ૧પ :.. ગુજરાતના પાટનગર અમદાવાદ ખાતે પંડિત દિન દયાલ ઉપાધ્યાય હોલ ખાતે ગુજરાતના તમામ ક્ષેત્રના પ્રીન્ટ મીડીયાના અગ્રણીઓની હાજરીમાં બેસ્ટ ફોટોગ્રાફર એવોર્ડ ર૦૧૯ માટે ગુજરાત મિડીયા એવોર્ડ ર૦૧૯ ગુજરાતના માજી ધારાસભ્ય ભાજપના અગ્રણી ભરતભાઇ પંડયાના વરદ હસ્તે બોલપેનનો મોનો ગ્રામવાળો સુવર્ણ રંગનો ગોળાકાર એવોર્ડ એનાયત કરવામાં આવેલ આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોડ, પત્રકાર અજય ઉમટ, શીરીશ કાશીકર, સોનલબેનની હાજરીમાં ગુજરાતનો લબ્ધ પ્રતિષ્ઠિત એવોર્ડ ભાટી એન. ને આપવામાં આવતા તાલીઓના નાદ સાથે હર્ષોલ્લાસની લાગણી થઇ હતી. આ એવોર્ડ કમીટીના હેડ અંકિત હિંગુ એ કાર્યક્રમને સફળ બનાવેલ અમદાવાદના આંગણે ગુજરાત મીડીયા એવોર્ડ ર૦૧૯ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્ણ થયો હતો.

ભાટી એન તસવીર કળા ક્ષેત્રે છેલ્લા ૩પ વર્ષથી અવિરત... નિરંતર બેનમુન અફલાતૂન ફોટાના બાગબાન ખીલવી તેમણે જન સમાજ સુધી તેની અનુપમ સુહાસ પ્રસરાવી છે અને તેમની તસવીર સષ્ટિગત બની છે. ભાટી એને તમામ ક્ષેત્ર સુપર્બ તસવીરો આપી  છે. વાઇલ્ડ લાઇફ, ગ્રામ્ય જીવન, મેળા, તહેવારો, કે જન સામાન્યની સમસ્યાને પ્રિન્ટ મીડીયાના માધ્યમથી તેનું નિરાકરણ લાવે છે. ભાટી એન. અત્યારે ફોટોજર્નાલીસ્ટ તરીકે   વિશ્વ વિખ્યાત છે. તેમની કોઠા સૂજથી લેવાતી તસ્વીર બળુકી બોલતી હોય છે. તસવીર જોતા જ તમામ વાતનું બયાંન થઇ જાય છે.

ફોટોગ્રાફથી સમાજ જીવનની ખુશીની વાત કહે કે વન્ય સૃષ્ટિની વસંતની વાત તસવીરના માધ્યમથી કહેતા આવ્યા છે અને તેમની તસવીરો જીવંત હોય છે. તસ્વીરમાં પ્રાણ હોય છે. ભાટી એન આ ક્ષેત્રમાં રજળપાટ કરી ખૂણે ખાંચરે પડેલ હિરને બહાર લાવી જન સમાજ સમક્ષ મુકવામાં કાબીલ છે. ભાટી એન એડવાન્સ ટેકનોલોજીનો ભરપુર  ઉપયોગ કરવામાં માને છે. એટલે આજે ગુજરાતમાં ફુલફલે ઝડમાં ડ્રોન કેમેરાના માધ્યમથી આકાશમાં કેમેરાને મોકલી વાઇડ એંગલ અરીયવ્યુ તસવીરો આપે છે. જેથી ડ્રોન તસવીરકાર પણ બની ગયા છે.

(10:27 am IST)