Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના ચોથા દિવસે અનેક અગ્રણીઓએ કથા શ્રવણનો લાભ લીધો

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે

  આજે કથાના ચોથા દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સુંદર સંદેશો આપ્યો હતા આ ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિ ભાઈ અમૃતિયા પરિવાર ને બિરદાવ્યા હતા અને સમાજ માં આવા જ જન સેવકો રહે તો સમાજ માં ધર્મ ધજા હંમેશા લહેરાતી રહેવાની વાત ભાઈશ્રીએ કરી હતી

      મોરબી મુકામે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,  પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મંત્રી મોહનભાઈ કુંડારીયા, રિબડા સ્ટેટના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, આર.એસ.એસના સક્રિય કાર્યકર તેમજ પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા, અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર,મોરબી નગરપાલિકાનાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાનાં તમામ કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ભાઈ અને બહેનોને સહિત અગ્રણીઓએ ચોથા દિવસે ભાગવત સપ્તાહનું શ્રવણ કર્યું હતું 

(12:21 am IST)