Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મોરબીની અવની ચોકડીએ પાણી નિકાલ માટે કામગીરી શરુ : બાવળ સહિતના દબાણો હટાવાયા

પાકા બાંધકામના દબાણ હોય તેવા આસામીઓને નોટીસ ફટકારાશે

મોરબીની અવની ચોકડીએ ચોમાસાના વરસાદ દરમિયાન પાણીનો ભરાવો થતા લત્તાવાસીઓ વિફર્યા હતા અને તાકીદે ઉકેલની માંગ કરવામાં આવી હતી જેના પગલે આજે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરુ કરવામાં આવી હતી

અવની ચોકડી નજીક મેઘાણી સ્કૂલ પાસે આજે નગરપાલિકા કચેરી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ત્રણથી ચાર ખેતરમાં બાવળ કટિંગ કરવામાં આવ્યા હતા જ્યાં પાણીનો ભરાવો થતો હોય છે તેવા સ્થળેથી બાવળ કટિંગ કરવા ઉપરાંત દબાણો હટાવવામાં આવ્યા હતા તો પાકા બાંધકામ મામલે નોટીસ ફટકારવામાં આવશે

વધુમાં પાલિકાના હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં રોડ બનાવવાની તેમજ રોડ લેવલીંગ કામગીરી કરવામાં આવનાર છે જે પૂર્વે નડતરરૂપ બાવળ સહિતના દબાણ હટાવ્યા હતા અને રોડ લેવલીંગ થયા બાદ પાણી ભરાવવાનો પ્રશ્ન રહેશે નહિ  

(12:20 am IST)