Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

અમરેલીમાં ઠેબી નદીના પાણીમાં બાળક તણાયો: ભુમ્બલી પાટમાં કોઝ-વે ઉપરથી પસાર થતી વેળાએ સર્જાઈ દુર્ઘટના

ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓએ બાળકની શોધખોળ હાથ ધરી

અમરેલીમાં ઠેબી નદીના પાણીમાં બાળક તણાયો હોવાના સમાચાર સાામે આવ્યા છે. ભુમ્બલી પાટમાં કોઝ-વે પરથી પસાર થતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. બે બાળકો સાઈકલ લઈને સ્કૂલેથી ઘરે જતા હતા એ સમયે દુર્ઘટના થતા ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓએ બાળકની શોધખોળ હાથ ધરી છે. ઠેબી ડેમનો એક દરવાજો ખોલીને નદીમાં પાણી છોડાતા બાળક તણાઈ ગયો હતો.

(8:59 pm IST)