Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ભુજનું હમીરસર તળાવ ઓગની ગયું: કચ્છી માડુઓ માટે મેઘોત્સવ

પરંપરા પ્રમાણે નગરપતિ ઘનશ્યામ ઠકકર વધાવશે, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરીએ વ્યક્ત કરી હર્ષની લાગણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫

 સમગ્ર કચ્છ અને ભુજ ના હૃદયસમુ હમીરસર તળાવ આજે બપોરે ૩.૩૦ વાગ્યે ઓગની ગયું છે. ગઈકાલ રાત થી ભારે વરસાદ પછી હમીરસર તળાવ ઓગની જવાની લોકો રાહ જોતા હતા. આજ સવારથી જ ભુજમાં હમીરસર તળાવ ઓગની જવાના મેસેજ સતત ફરતા હતા. જોકે, તળાવ આજે બપોરે ઓગની ગયું હોવાના સમાચાર 'અકિલા' સાથે વાત કરતા ઉપ પ્રમુખ રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું. પરંપરા પ્રમાણે રાજાશાહી માં કચ્છના મહારાવ હમીરસર તળાવ વધાવતા હતા જ્યારે સ્વતંત્રતા બાદ ભુજ શહેરના નગરપતિ હમીરસર તળાવના વધામણાં કરે છે. હમીરસર તળાવ વધાવાય એ દિવસે ભુજમાં જાહેર રજા હોય છે. સંભવતઃ આવતીકાલે હમીરસર તળાવ વધાવાશે. નગરપાલિકા પ્રમુખ દ્વારા ખાસ મેઘલાડુનું જમણ પણ રાખવામાં આવે છે.

(4:33 pm IST)