Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

ગોંડલનાં કોલીથડમાં ખેડૂત પુત્રએ એક એવુ મશીન બનાવ્‍યું છે કે જેની મદદથી ખેતરમાં પિયત કરવાનું કઠિન ગણાતું કામ પણ આસાન થયુ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૫:  ખેતી અતિ કઠિન કામ હોવાનુંᅠ માનવામાં આવે છે. જોકે હવે બદલાતા સમય સાથે જગતનો તાત પણ ખેતીમાં બદલાવ લાવી રહ્યો છે. ત્‍યારેᅠ ગોંડલ તાલુકાના નાના એવા ગામ કોલીથડમાં એક ખેડૂત પુત્રએ એક એવું મશીન બનાવ્‍યું છે કે જેની મદદથી ખેતરમાં પિયત કરવાનું કઠિન ગણાતું કામ પણ આસાન થયું છે તો સાથે જ આ મશીનના કારણે ખેતરમાંથી વેસ્‍ટ જતું પાણી પણ બચાવી શકાય છે.

આજની યુવા પેઢી એ ખેતી થી દૂર ભાગી રહી કેમકે ખેતરમાં કામ કરવું એ ખૂબ મુશ્‍કેલ છે અતિ મહેનત માંગી લેતું હોય છે. કોલીથડ ગામમાં મિકેનિક એન્‍જિનિયરનો અભ્‍યાસ કરેલ ખેડૂત પુત્ર ખેતીથી દૂર જવાના બદલે ખેતીની નજીક ગયો ખેડૂતોને પડતી સમસ્‍યા નો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે બનાવેલું મશીન એ ખાસ કરીને પીયતનું કામ ઘણું આસાન કરી ખાસ કરીને જયારે રાત્રિના સમયે પિયત કરવાનું હોય ત્‍યારે ખેડૂતોને આખી રાત ઉજાગરા કરવા પડતા હોય છે. જયાં સુધી પાણીનો ક્‍યારો ન ભરાઈ જાય ત્‍યાં સુધી ખેડૂતોએ જાગતું રહેવું પડતું હોય છે. પાણીનો એક ક્‍યારો ભરાતા આશરે ૩૦ મિનિટ જેટલો સમય લાગતો હોય છે... આવા અનેક ક્‍યારાઓ ખેતરમાં હોય છે. ખેડૂતોએ પોતાનો ક્‍યારો ભરાયો છે કે નહિ તે જોવા જવું પડતું હોય છે જે સમયે રાત્રિના સમયે ખેતરમાં સાપ વીંછી જેવા ઝેરી જીવ જંતુનો પણ ડર ખેડૂતોને સતાવતો હોય છે ત્‍યારે આ મશીનની મદદથી ખેતરમાં ખેડૂતોને જોવા જવાની જરૂર પડતી નથી જેથી તેમને ખતરો પણ ટડે છે.. આ ઉપરાંત અનેક વાર એવું બનતું હોય છે કે જયારે ખેતરમાં પાણીનો ક્‍યારો રહી જાય એ સમયે ખેડૂતને રાત્રિના સમયે ઊંઘ પણ આવી જતી હોય છે અથવા તો કોઈ કારણથી ખેતરમાં રહેલો ક્‍યારો ભરાઈ જાય તેમનો ખ્‍યાલ આવતો નથી પરિણામે મોટા પ્રમાણમાં પાણી વેસ્‍ટ જતું હોય છે.. સામાન્‍ય રીતે પાંચ વીઘા ખેતરમાં પાણીના પિયત આપવા માટે ઘણી વખત અન્‍ય ત્રણ વીઘામાં આપી શકાય તેટલું પાણી વેસ્‍ટ થઈ જતું હોય છે.. જોકે મશીનના આ શાયરનની મદદ થી પાણીનો ક્‍યારો ભરાઈ જતો એની સાથે જ સાયરન વાગી જાય છે જેથી ખેડૂત પણ પોતાનું વેસ્‍ટ જાતું પાણી બચાવી શકાય છે.

(10:57 am IST)