Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કચ્છમાં ભાદરવે જામ્યું ચોમાસું, સાર્વત્રિક વરસાદ: અબડાસા ત્રણ ઈંચ, ભુજ બે, રાપર એક ઈંચ અન્યત્ર અડધા થી પોણો ઈંચ

*નાગોર ગામે વીજળી પડતાં યુવાનનું મોત, ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ :  કચ્છમાં ભારે ગરમી અને બફારા વચ્ચે ફરી સક્રિય થયેલી વરસાદની સિસ્ટમ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ હતી. આગાહી વચ્ચે કચ્છમાં ભાદરવા મહિનામાં ભર ચોમાસું જામ્યું છે અને દસે દસ તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર એમ સાર્વત્રિક વરસાદ છે. અબડાસામાં ત્રણ ઈંચ, ભુજમાં બે ઈંચ, રાપર એક ઈંચ જ્યારે અન્ય સાત તાલુકાઓમાં વરસાદી માહોલ વચ્ચે અડધાથી પોણો ઈંચ વરસાદ છે. અબડાસા તા.ના નાગોર ગામે વીજળીએ એક યુવાનનો ભોગ લીધો છે. ગઈકાલ રાત પછી આજે સવારથી જ સમગ્ર જિલ્લામાં કાળા ડીબાંગ વાદળો, વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો છે. ભુજમાં તો રાત ઉપરાંત આજે સવારથીજ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.

    

 

(11:11 am IST)