Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મોરબીના સર્કીટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની ચુંટણીલક્ષી સમીક્ષા બેઠક યોજાઈ.

મોરબી :આગામી વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને બહુજન સમાજ પાર્ટીની સર્કીટ હાઉસ ખાતે ચુંટણીલક્ષી જીલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી
 બેઠકમાં યુપીથી પધારેલા પૂર્વ કેબીનેટ મંત્રી ધર્મવીરસિંહ અશોકભાઇ, બસપા પ્રદેશ અધ્યક્ષ  ભગુભાઇ પરમાર, ગુજરાત પ્રભારી દામજીભાઈ સોંદરવા, પ્રભારી અર્જુનભાઈ ચૌહાણ તેમજ જિલ્લા પ્રભારી ભરતભાઈ સાગઠીયા, જિલ્લા અધ્યક્ષ મુસાભાઇ, ટંકારા તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ, ગૌતમભાઈ ખાખરીયા, હેમંતભાઇ ચાવડા, તેમજ હળવદ, માળીયા, વાંકાનેરના બહુજન સમાજ પાર્ટીના સમર્પિત કાર્યકર્તા મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
ચુંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રૂપરેખા ઘડી હતી બહુજન સમાજ પાર્ટી “સર્વજન હિતાય સર્વજન સુખાય “ની હિમાયતી હોય ગરીબ, પીડીત, શોષિત, દલિત, લઘુમતી અને વંચિત સમાજની એક્માત્ર આવાજ હોય આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારી બહુમતીથી વિજયી બનાવવા માટે જમીની સ્તર પર કામે લાગી જવા હેમંતભાઈ ચાવડાએ હાકલ કરી હતી.

(10:58 pm IST)