Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો - સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરાવો અને ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણો દૂર કરાવો : ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ધોરાજી: ધોરાજીમાં ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન અંતર્ગત ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

ધોરાજીના મામલતદારને આવેદનપત્ર પાઠવતા ગૌમાતા રાષ્ટ્રમાતા અભિયાન સમિતિના અર્જુનભાઈ આંબલીયા જણાવેલ કે હાલમાં ગાયોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ત્યારે ગૌમાતાની રક્ષા કાજે અમારી સમિતિ દ્વારા ગુજરાત ભરમાં આવેદનપત્ર પાઠવી રહ્યા છે જેના ભાગરૂપે ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

         વધુમાં ગૌરક્ષકોએ જણાવેલ કે ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે તેમજ સમગ્ર ભારતમાં ગૌહત્યા બંધ કરવામાં આવે અને ગૌચર જમીન ઉપર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તેમજ ગૌમાતાની રાષ્ટ્રીય લેવલે વસ્તી ગણતરી કરવામાં આવે છે જે વિવિધ માગણીઓ સાથે ધોરાજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આ સમયે નાયબ મામલતદાર ડીડી નંદાણીયા એ જણાવેલ કે ગૌરક્ષા હેતુ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે જે આવેદનપત્ર  સરકાર સુધી પહોંચાડી દેશે તેવી ખાતરી આપી હતી.

(2:45 pm IST)