Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

જામનગર ગ્રેઇન માર્કેટમાં કાલથી અડધો દિવસ લોકડાઉન

કોરોના કેસ વધતા ૧૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વયંભુ બંધ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧પ : જામનગરમં આવતીકાલથી ગ્રેઇન માર્કેટ અડધો દિવસ લોકડાઉન રહેશે સ્ટેશનરીની દુકાનો પણ અડધો દિવસ સ્વયંભુ બંધ રહેશે. ગ્રેઇન માર્કેટ અનેબુકસેલર્સ એન્ડ સ્ટેનર્સ મંડળે જાહેરાત કરી છે. ૧૬ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વયંભુ બંધ રહેશે. બપોરે ર વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. કોરોનાના વધતા સંક્રમણ વધતા નિર્ણય લેવાયો છે.

 

જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પરિસ્થિતિને લઇને ઘી સીડઝ એન્ડ ગ્રેઇન મરચન્ટસ એસોસીએશનના પ્રમુખ જીતુભાઇ લાલ અને માનદમંત્રી લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠાએ તમામ હોદેદારો તેમજ વેપારીભાઇઓ સાથે પરાર્મશ કરી વેપારીઓભાઇઓના અભિપ્રાય મેળવી તા.૧૬/૯ થી ૩૦/૯ સુધી ગ્રેઇન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નકકી કરેલ જે મુજબ વેપારનો સમય સવારે ૮ થી ર સુધીનો રહેશે અને વેપારીઓને માલ ગમે તે સમય ઉતારી શકશે. પરંતુ બપોરે ર વાગ્યા પછી વેચાણ કે ડીલેવરી કરવાની રહેશે નહી. અને તા.૧/૧૦ થી રાબેતા મુજબ વેપાર ધંધા કરીશકાશે જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક વેપારીભાઇઓને આથી પ્રમુખ જીતુભાઇ લાલ તથા માનંદમંત્રી લક્ષ્મીદાસભાઇ રાયઠઠ્ઠા દ્વારા જાણ કરવામાં આવી છે.

 

(1:19 pm IST)