Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

તળાજાના ઘાટરવાળા ગામની સીમમાં વૃધ્ધ દંપતી ઉપર લૂંટના ઇરાદે હુમલોઃ વૃધ્ધનો કાન કાપી નાખ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧પ : તળાજા નજીકના ઘાટરવાળા ગામની સિમમાં આવેલ વાડીમાં ખેતી કામ કરી એકલવાયુ જીવન જીવતા માધવજીભાઇ કાશીરામભાઇ પનોત ઉ.૬પ તથા શનતુંબેન મધવજીભાઇ પનોત ઉ.૬૦ બંને પતિ પત્ની વાડીમાં બનાવેલ મકાનના ઢાળીયામાં સુતા હતા.

રાત્રે આશરે ર વાગ્યા બાદ બંને પતિ પત્નીને બાંધી મોઢા ઉપર ગોદડા જેવું ઢાંકી બોથડ અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરેલ. હુમલામાં વૃદ્ધ ખેડુતને કાન કાપી નાખવામાં આવેલ બન્ને પગ ભાંગી નાખવામાં આવેલ સાથે માથાના ભાગે પણ ઇજા કરેલ.

જયારે વદ્ધાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ. બંનેને પાડોશમાં વાડીઓ ધરાવતા લોકોને સવારે ૭ વાગ્યે ખબર પડતા તળાજા રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા.

જયા વૃદ્ધાને બ્રેઇન હેમરેજ હોવાનું જણાવ્યો હતું.

બંને હાલત નાજુક હોઇ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલ છે.

બાજુમાં વાડીઓ ધરાવનાર ખેડુતોના જણાવ્યા પ્રમાણે લુંટારૂઓએ ઘટનાને અંજામ આપેલ છે

તળાજા પીએસઆઇ મકવાણા ઘાટરવાળા સ્થળ પર દોડી ગયેલ છે.

(12:45 pm IST)