Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

જમીન વેચાણની નોંધ મુદ્દે જામજોધપુરનાં મામલતદારને ખુનની ધમકી

જામનગર તા. ૧૫: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અરજણભાઇ ચતુરભાઇ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૧૪-૯-૧૮ ના જામજોધપુરમાં આ કામના આરોપી કરશનભાઇ અરજણભાઇ વડીયાની નાની જમીનની વેચાણ અંગેની નોંધ કરાવવાની હોય જે નોંધ કોર્ટ મેટર હોવાથી ફરિયાદી અરજણભાઇએ મામલતદારના હોદાએ મંજુર કરતા તેનો ખાર રાખી આ કામના આરોપી કરશનભાઇએ મોબાઇલ નં. ૯૨૭૭૫૦૫૦૫૦ પર ફરિયાદી અરજણભાઇના મોબાઇલ ફોન પર જેમ ફાવે તેમ અપશબ્દો બોલી હાથ ભાંગી નાખવાની ધમકી આપેલ હોય તથા આ કામના અન્ય આરોપીઓ તેના મળતીયાઓને ફરિયાદી અરજણભાઇના ઘરે મોકલી ફરિયાદી અરજણભાઇ પોતાની કાયદેસરની ફરજ બજાવતા રોકવાના ઇરાદે તુ બહાર નીકળતા તને જોઇ લઇશ તેવી ધમકી એકબીજાને મદદગીરી કરી ગુનો કરેલ છે.

જુગાર રમતા નવ ઝડપાયાઃ ૩ ફરાર

જામનગરઃ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. વીરલભાઈ ધનાભાઈ રાવલીયા એ ફરીયાદ નોંધાવી છે કે તા. ૧૪-૯-૨૦૧૮ના ખોજાખાનાની ખુલ્લી છત ઉપર આ કામના આરોપીઓ રસીકભાઈ ગીરધરભાઈ કડીવાર, ભાવેશભાઈ મગનભાઈ સીણોજીયા, મયુરભાઈ અમૃતભાઈ ખાંટ, જીજ્ઞેશભાઈ મુકેશભાઈ માકડીયા, ભવદીપભાઈ દિનેશભાઈ સુરેજા, દિનેશભાઈ બેચરભાઈ ફળદુ, ડીંકલભાઈ શાંતીભાઈ ઘરસંકીયા, નિપલભાઈ ઉર્ફે નિતેશ શાંતિલાલ ઘરસંકીયા, કમલેશભાઈ કેશુભાઈ ગોસ્વામી, બકુલભાઈ સાપરીયા, મુકેશભાઈ જાવીયા, રૂપેશભાઈ અશોકભાઈ સાપરીયા રે. જામજોધપુરવાળાઓ ટોર્ચ બત્તીના અજવાળે જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ. ૩૨૨૧૦ તથા ગંજીપત્તાના પાના તથા બે ટોર્ચ બત્તી કિં. રૂ. ૫૦ મળી કુલ રૂ. ૩૨૨૬૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી બકુલભાઈ સાપરીયા, મુકેશભાઈ જાવીયા, રૂપેશભાઈ અશોકભાઈ સાપરીયા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૧.૧૬)

(12:33 pm IST)