Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગોંડલના શિવરાજગઢમાં દિલીપભાઇ વઘાસીયાનો ફાંસો ખાઇ આપઘાત

કેટરીંગનો વ્યવસાય કરતા પટેલ યુવાને બીમારીથી કંટાળી મોત મીઠુ કર્યુ

ગોંડલ, તા.૧૪: તાલુકાના શિવરાજગઢ ગામે પટેલ યુવાને બીમારીથી કંટાળી ફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ શિવરાજગઢ ગામે રહેતા અને કેટરીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દિલીપભાઇ કેશુભાઇ વઘાસીયા ઉ.વ.૩૮એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા તાલુકા પોલીસની ડીયુ જાડેજાએ તપાસ હાથ ધરી હતી ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે દિલીપભાઇને છેલ્લા કેટલાક સમયથી કમરનો દુખાવો થતો હોય તેની સારવાર કરાવી રહ્યા હતા અને આ બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો.

(12:13 pm IST)
  • અમારી માંગણી ઉપર સરકારે કામ કર્યુ નથી : લાલજી પટેલનું નિવેદન access_time 12:12 am IST

  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • વડોદરામાં જળ શુદ્ધી માટે ફટકળીના ગણપતિ બનાવાયા access_time 12:12 am IST