Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

કચ્છમાં કોરોનાનો કહેર : સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબો પછી હવે બે નર્સ : જાણીતા જિજ્ઞા કેટરર્સના પરિવાર સહિત ૨૯ પોઝિટિવ : કુલ 886 કેસ

હોટ સ્પોટ ભુજ, અંજાર, ગાંધીધામમાં આઠ આઠ કેસ, મૃત્યુ આંક બાબતે સસ્પેન્સ

ભુજ :  કચ્છમાં વધુ ૨૯ કેસ સાથે કોરોનાએ સપાટો બોલાવ્યો છે. જેમાં કચ્છના જાણીતા એવા જિજ્ઞા કેટરર્સ પરિવાર ઉપરાંત ગાંધીધામના સ્ટર્લિંગ હોસ્પિટલના વધુ બે સ્ટાફ મેમ્બર સહિત ભુજ, અંજાર અને ગાંધીધામને કોરોનાએ પોતાના લપેટમાં લીધું છે. કચ્છના ૨૯ કેસોમાં અંજાર, ભુજ તેમ જ ગાંધીધામમાં આઠ-આઠ કેસ, મુન્દ્રા બે, ભચાઉ, રાપર અને અબડાસામાં એક-એક કેસ નોંધાયા છે.

  કચ્છભરમાં જાણીતા એવા ભુજના જિજ્ઞા કેટરર્સના જીતુભાઇ ઠકકર (ઉ.૬૭), તેમના પત્ની તરુણાબેન (ઉ.૬૦), મોટો પુત્ર ધર્મેશ (ઉ.૩૭) ઉપરાંત તેમના નાના પુત્રની પત્ની ધારા જય ઠકકર (ઉ.૨૬) ને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પરિવાર ભુજના બિલ્ડર હરીશ ખટાઉ દાવડાના સંપર્કથી સંક્રમિત થયો હોવાનું જાણવા મળે છે. તો, કચ્છમાં ગાંધીધામ ખાતે કાર્યરત જાણીતી એવી સ્ટર્લિંગ મલ્ટી સ્પે. હોસ્પિટલમાં બે તબીબો પછી હવે બે સ્ટાફ નર્સ કોરોનાનો ભોગ બનતા ફફડાટ મચી ગયો છે. ૨૫ વર્ષીય ફિમેલ નર્સ મંજુબેન ઢગલારામ પરમાર અને ૨૬ વર્ષીય મેલ નર્સ શ્રવણ પ્રજાપતિને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉ સ્ટર્લિંગના બે તબીબો  ડો. કીર્તિકુમાર સંજોટ અને ફિઝિશિયન ડો. મિહિર ઠકકર પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે

 કચ્છમાં અત્યારે ૨૨૪ કેસ એક્ટિવ છે. ૬૨૦ ને રજા મળી ગઈ છે. જ્યારે કુલ કેસ ૮૮૬ છે. તંત્રના કોરોનાના આ સત્તાવાર આંકડાઓના જ સરવાળા અને બાદબાકી કરીએ તો મોતની સંખ્યા ૪૨ થાય છે. પણ, કચ્છમાં તંત્રની યાદી ૩૫ મોત બતાવે છે. સરકારી ચોપડે કોવિડ ડેશ બોર્ડમાં તો કચ્છમાં કોરોનાના દર્દીઓનો મોતનો આંકડો તંત્રની યાદી કરતા પણ અલગ જ હોઈ મૃત્યુ આંક બાબતે સસ્પેન્સ છે.

(11:30 pm IST)