Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

અમરેલીમાં પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે ધ્વજ વંદન

અમરેલી સ્વતંત્રતા દીન નિમિતે રેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય રાજય કૃષિમંત્રી પરશોત્તમભાઇ રૂપાલા હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. કોવીડ મહામારીને ધ્યાનમાં લઇને સોશ્યલ ડીસ્ટન્ટસનું ચુસ્ત રીતે  પાલન કરવામાં આવેલ હતું. દરેક કાર્યકર્તાઓને સમાજ સેવા, સ્વચ્છ અભિયાન, બેટી બચાવો, વૃક્ષા રોપણ, સીંગલ યુઝ પ્લાસ્ટીક પ્રતિબંધ, આત્મનિર્ભર ભારત વિચારને લઇને જીવનમાં સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખવાનો સંકલ્પ લેવડાવવામાં આવેલ. આ તકે રાષ્ટ્રીય સહકારી આગેવાન દીલીપભાઇ સંઘાણી,જીલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા, મહામંત્રી કૌશીક વેકરીયા તથા જિલ્લા ભાજપનાં હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમની તસ્વીરો

(12:59 pm IST)