Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

પોરબંદરમાં કોરોના સાથે અન્‍ય બિમારીથી રર વર્ષિય યુવતીનું મૃત્‍યુ

પોરબંદર : પોરબંદરમાં આજે બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે તેમાં એક રર વર્ષીય યુવતીનું કોરોના સાથે અન્‍ય બિમારી હોવાથી મૃત્‍યુ થયું છે.

મળતી વિગત મુજબ ખારવાવાડ લાતીબજાર પાસે નવા પાડા વિસ્‍તારની એક રર વર્ષીય યુવતીને કોરોના રિપોર્ટ બાદ દાખલ કરાતા અન્‍ય બિમારીને કારણે મૃત્‍યુ થયું છે.

જયારે બીજા એક બનાવમાં બેંક કોલોની પાસે રહેતા પ૦ વર્ષીય આઘેડનો રિપોર્ટ પોઝીટીવ આવતા સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડેલ છે.

અહીંના આરોગ્‍ય તંત્ર દ્વારા તા. ૧૩ ના રોજ કોરોના કેસના સતાવાર આંકડા જાહેર કર્યા ન હોતા પરંતુ ન્‍યુઝ ચેનલોમાં પોરબંદરમાં તા. ૧૩ના રોજ પાંચ કોરોના પોઝીટીવ કેસો નોંધાયાનું પ્રદર્શીત થતું હતું.

(11:04 pm IST)