Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

સોમનાથ મહાદેવના ૧૫.૪૬ કરોડે ઓનલાઈન દર્શન કર્યાં

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામનું ડિજિટલાઈઝેશન : ઓનલાઇન-ઓફલાઇન પ્રવેશ પાસ દર્શન સિસ્ટમ ઓનલાઇન પુજા વિધી, ઈ-પુજામાં ભાવિકો વરસી પડ્યાં

પ્રભાસ પાટણ,તા.૧૪ : કોરોના મહામારી વૈશ્વિક લોકડાઉન દરમીયાન જ્યારે બહાર નિકળી શકાતું ન હતું ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ગોઠવેલ ડિઝીટલ પ્લેટફોર્મ સોમનાથ યાત્રા એપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુ-ટ્યુબના સોશિયલ મીડિયા દ્વારા લોકડાઉનથી અત્યાર સુધીમાં વિશ્વના ૪૫ દેશોના શિવભક્તોને તેને ગામમાં ઘરમાં બેઠા બેઠા દર્શન કરાવ્યાં. જેમાં ૧૫ કરોડ ૪૬ લાખ લોકોએ દર્શન કર્યાં માત્ર એટલું જ નહિ કદાચ દેશનું બાકી રાજ્યનું તો એવું પ્રથમ મંદિર છે

             કે જેણે આ લોકડાઉન દરમ્યાન વીડિયો કોલીંગ થી ઈ-પુજા સંકલ્પ વિધી અને એ પણ ભગવાનના સાનિધ્યમાં જેનો દેશ વિદેશના ૩૨૨૫ લોકોએ લાભ લીધો. પંચાણુ ટકાથી વધુ મંદિરો પર્વો દરમ્યાન સંપૂર્ણ બંધ હતાં. ત્યારે સરકાર ની ગાઈડલાઈન નો નિયમ જળવાઇ રહે અને લોકોને દર્શન થાય તે માટે ટ્રસ્ટે ઓનલાઇન અને ઓફલાઇન દર્શન માટેના પ્રવેશ પાસ સિસ્ટમ માઇક્રો પ્લાનીંગ અને  અમુક જ કર્મચારીઓને ફરજ ઉપર મુકી પડકાર રુપ જવાબદારી પાર પાડી જેથી આજ સુધી સવા લાખ લોકોએ દર્શનનો લાભ લીધો.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું કે પવિત્ર શ્રાવણ માસમાં વિશ્વભરનાં ભાવિકોએ ઓનલાઇન પૂજા વિધીઓ કરાવી વૈશ્વિક કોરોના મહામારી ના કાળમાં જ્યારે નિયમ મુજબ લોકો પ્રત્યક્ષ દર્શન કરી શક્તા ન હતાં અને નિયમમાં છુટછાટો મુકવા છતાં અહીં પહોંચી શકે તેમ સંજોગો અનુકૂળ નથી તેવા સમયે સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષો અને ઓફિસ કમચારીઓ દ્વારા કરાયેલ સુચારુપ વ્યવસ્થાઓ દ્વારા કાર્ય પાર પાડવામાં સફળતા મળી હતી.

(9:32 pm IST)