Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કચ્છમાં ભર બપોરે આકાશમાં ' વર્તુળ ' સર્જાતા રોમાંચ સૂર્ય આગળ વાળો રચાય તો સારા વરસાદની માન્યતા

સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જેવું ગોળ કુંડાળું રચાયું ;અનોખી ખગોળીય ઘટના

ભુજ ;કચ્છમાં બપોરે આકાશમાં ખગોળીય ઘટના સર્જાઈ હતી.કચ્છ અને તેની આસપાસના બસ્સોથી ત્રણસો કિલોમીટરના વિસ્તારમાં સૂર્યની ફરતે પૂર્ણ મેઘધનુષ્ય જેવું ગોળ કુંડાળું રચાતાં કુતુહલ સર્જાયું હતુ઼. રોમાંચીત થયેલા લોકો અને ખગોળરસિકોએ પણ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.
કચ્છમાં અનેક જગ્યાએ સૂર્ય ફરતેનું સર્કલ દેખાતાં લોકોએ રોમાંચ અનુભવ્યો હતો. વડીલો સૂર્ય આસપાસ સર્જાયેલા કુંડાળાને વાળો’ કહે છે. એવી લોક માન્યતા પ્રવર્તે છે કે, ચન્દ્ર આસપાસ આવું વાળું રચાય તો પવન વાય પણ સૂર્ય આગળ ‘વાળો’ રચાય તો થોડાંક દિવસમાં ખૂબ સારો વરસાદ વરસતો હોય છે.
આ વર્ષે કચ્છમાં 102 ટકા જેટલો વરસાદ વર્ષી ગયો છે. આ ખગોળીય ઘટના બાદ કચ્છમાં ફરી સારા વરસાદના એંધાણ સર્જાય તેવી શકયતા છે કચ્છનાં વરિષ્ઠ લોકોએ જણાવ્યું કે ભુજમાં વાદળછાયું વાતાવરણ હોવાથી થોડો સમય માટે અવરોધ સર્જાયો બાદ વાદળો હટતાં જ અનેક લોકોએ સૂર્ય ફરતે વાળા જેવા દર્શીત થતા આ કુંડાળાને જોવાનો લહાવો લીધો હતો
કચ્છમાં ક્યાંક ગાઢ તો ક્યાંક ઓછું સર્કલ દેખાવા સાથે અમુક વિસ્તારોમાં લોકોને સૂર્ય ફરતે પૂર્ણ રંગીન મેઘધનુષી કુંડાળુ જોવા મળ્યું હતું.પૃથ્વીથી ઉપર 5થી 10 કિલોમીટરના વાતાવરણમાં રહેલાં વાદળોના આઈસ ક્રિસ્ટલ્સમાંથી પસાર થતાં સૂર્ય પ્રકાશનું 60 ડીગ્રીથી પરાવર્તન થાય ત્યારે આવું કુંડાળુ રચાતું હોય છે. જે ત્રણસોથી ચારસો કિલોમીટરના વિસ્તારમાં દ્રશ્યમાન થતું હોય છે. ખગોળ ભાષામાં આ કુંડાળાને ‘સન હાલો' કહેવાય છે. હવામાન શાસ્ત્રીઓ આવી ઘટનાને વાતાવરણિય વિક્ષોભ સાથે સરખાવતા હોય છે

(8:49 pm IST)
  • અમદાવાદ-રાજકોટ હાઇવે પર ડોળીયા બાઉન્ડરીથી સાયલા અને લીબડી તરફ બેફામ જોરદાર વરસાદ ચાલુ :સાંજે 4-30 વાગ્યે હાઇવે પર અનરાધાર વરસાદ access_time 5:09 pm IST

  • ગુરૂવારે ખેડામાં ભારે વરસાદ પડ્યો છે access_time 7:22 pm IST

  • સરહદે ૩ પાકિસ્તાનીઓ ઠાર મરાયા : કાશ્મીરના ઉરી - રાજૌરીમાં પાક લશ્કરના ઉંબાડીયા વધતા જાય છે: કાશ્મીર સરહદે ફરી લાઈન ઓફ કંટ્રોલ - અંકુશ હરોળ રેખાનું ઉલ્લંઘન કરી ઉરી - રાજૌરીમાં સતત ફાયરીંગ : ભારતીય લશ્કરે વળતો મૂહંતોડ જવાબ આપી પાકિસ્તાન લશ્કરના ૩ સૈનિકોને ઠાર કર્યા હતા access_time 7:18 pm IST