Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

ભાવનગર એસ.ઓ.જી,નું કોમ્બિંગ :દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી રિવોલ્વર સાથે વડવા કાછીવાવાડ માંથી ઝડપાયો

ભાવનગર ;ભાવનગર એસઓજી ટીમે કોમ્બિંગ દરમિયાન દારૂના ગુન્હામાં વોન્ટેડ આરોપી ગફારભાઈ કાલવાને વડવા કાછીયાવાડમાંથી રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે

 

   તાજેતરમાં જમ્મુ કાશ્મીર રાજ્યમાં ચાલી રહેલ પરિસ્થિતીઓ તથા ૧૫ મી ઓગસ્ટ તથા રક્ષાબંધનના તહેવારને લઇને આપવામાં આવેલ એલર્ટ અનુસંધાને કોમ્બીંગ રાખવામાં આવેલ હતુ અને કોમ્બીંગમાં અસર કારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરએ  જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હતી
  અનુસંધાને ભાવનગર એસ..જી. પોલીસ ઇન્સ્પેકટરએસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ અને પોલીસ સબ ઇન્સ એચ.એસ.ત્રિવેદીની રાહબરીમાં એસ..જી.ના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણની સંયુક્ત બાતમી આધારે વડવા વડવા કાછીયાવાડ માઢીયાફળીના નાકેથી ગફારભાઇ ઉસ્માનભાઇ કાલવા( ..૩૩ ) ( રહેવાસી વડવા કાછીયાવાડ માઢીયાફળીના નાકે ભાવનગર) ને એક ગેરકાયદેસરની દેશી બનાવટની રિવોલ્વર- સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી હતી

 

  એસ ,.જી. શાખાના પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી નિલ્મબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. અને આગળની તપાસ એસ..જી.ના હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મજકુર આરોપી વડોદરા રેલ્વે પો.સ્ટે. પ્રોહી ગુ..નંબર ૮૯/૨૦૧૯ પ્રોહી એકટ કલમ ૬૫(), ૧૧૬(બી), ૮૧ મુજબના ગુન્હાના કામે વોન્ટેડ છે જેથી વડોદરા રેલ્વે પોલીસને બાબતે જાણ કરવામાં આવેલ છે
    કામગીરીમાં એસ..જી. શાખાના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટની સુચના અને પોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદીની રાહબરી નીચે એસ..જી.ના હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા જગદીશભાઇ મારૂ તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા પાર્થભાઇ પટેલ જોડાયા હતા.

 

(10:20 pm IST)