Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ખંભાળીયામાં ઝાપટા ગ્રામ્ય પંથકમાં ર થી ૩ ઇંચ વરસાદ : પૂર વહેવા માંડયા

ખંભાળીયા, તા. ૧પ : દેવભૂમિ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પણ છતાંયે હજુ કેટલાક વિસ્તારોમાં ઝાપટાથી માંડીને અડધો એક ઇંચ પઠયો છે.

ખંભાળીયામાં બે દિવસ સતત વરસાદી વાતાવરણ સાથે એક ઇંચ વરસાદ પડયો હતો તો ભાણવડમાં અડધો ઇંચ પડયો હતો.

ગઇકાલે વરસાદી હવામાનમાં ખંભાળીયામાં બે-ત્રણ વખત ઝાપટા પડયા હતાં જયારે તાલુકાના કોલવા, ભટગામ, ભંડારીયા, સુતારીયા વિ. ગામોમાં બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. કોલવામાં ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યાનું ડો. નંદાણિયાએ જણાવ્યું હતું. ભારે વરસાદ પૂરથી ચેકડેમ ફરીથી છલકાઇ ગયા હતાં.

હજુ આવતીકાલથી વરસાદની સંભાવના છે ત્યારે હજુ ખેડુતોના ખેતરોની જમીનો પણ સૂકાઇ નથી ત્યાં ફરી વરસાદ આવે તેવી સ્થિતિ થશે.

(2:49 pm IST)