Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોંડલ વાછરા ગામે 'વછરાજ ગોગડી' ભજીયાના માલિક સહિત સાત સામે કર્ફયુ ભંગનો ગુન્હો

ગોંડલ,તા.૧૫: તાલુકાના વાછરા ગામ ભૌતિક વિઠલભાઈ સોરઠીયા  પરવાનગી વગર પોતાની માલિકીની 'વછરાજ ગોગડી નામની ભજીયાની દુકાન તથા 'વછરાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ' નામની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરતા હોય

દુકાનદાર ભૌતિક, સાગરભાઇ અમૃતભાઇ શેખડા રહે. રામોદ , રાજવિરસિંહ અજીતસિંહ સરવૈયા રહે. રામોદ , દીવ્યા વિક્રમભાઈ ખાટરીયા રહે. રામોદ , જય વસંતભાઇ જાની રહે. રામોદ , મયુરભાઇ વિઠલભાઇ સોરઠીયા અને અલ્પેશભાઈ છગનભાઈ રહે. વાછરા સહિતના વ્યકિતઓ વિરુદ્ઘ જાહેરનામા ભંગ નો ગુન્હો નોંધી પીએસઆઇ ટી.એસ.રીઝવી, કોન્સ્ટેબલ રદ્યુભાઇ દેવાભાઇ ઘેડ, પ્રકાશભાઇ એન પરમાર, રવિરાજસિંહ બી. વાળા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:42 am IST)