Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ચુડા પંથકનો બોગસ તબીબ ઝડપાયો

વઢવાણઃ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ તથા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.બી.સોલંકીની સુચના મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના એ.એસ.આઇ. ઘનશ્યામભાઇ મસીયાવા, યોગેન્દ્રસિંહ, પ્રવીણભાઇ તથા હેડ કોન્સ. હસમુખભાઇ તથા પો. કોન્સ. મહીપાલસિંહ, જયરાજસિંહ તથા પો.કોન્સ. ગોપાલભાઇ વિ. મુળી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. યોગેન્દ્રસિંહ ચુડાસમાનાઓને મળેલ ખાનગી હકીકત આધારે વગડીયા ગામે દેવપરા ગામના બોર્ડ પાસે ગે.કા. રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતો ડોકટર ગોવીન્દભાઇ રણછોડભાઇ પઢેરીયા રબારી (ઉ.વ.૪૦) રે.મિત્રમંડળ સોસાયટીની બાજુમાં શાહ પાર્ક સુરેન્દ્રનગર મુળ હે. સમઢીયાળા તા. ચુડાવાળો પોતે ડોકટરો ના હોવા છતા કોઇ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકોમાં ડોકટર તરીકે જાહેર કરી ઘણા વર્ષોથી પ્રેકટીસ કરતો હોય જે એલોપેથી દવાઓ કિંમત રૂપીયા ૧,૦૪,૧૭૭,૭૨ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ મુળી પો.સ્ટે.માં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.

(11:41 am IST)